1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (09:40 IST)

છોકરીએ ખાધું Fire Panipuri, પછી શું થયું..

Photo : Instagram
પાણીપુરી નાનાથી માંડીને વૃદ્ધ બધાની પ્રિય આઇટમ છે. એમાં પણ ખાસકરીને મહિલાનો જીવ કહી શકાય. આજકાલ અવનવી વેરાયટીમાં પાણીપુરી પીરસવામાં આવે છે. પાણીપુરી શબ્દ સાંભળતા નાનાથી લઈને મોટા તમામ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. સ્ટ્રીટ ફૂડમાં આજકાલ અનેક નવા ટ્રેન્ડ્‌સ સાથે પાણીપુરીની અવનવી વેરાઈટી પીરસવામાં આવે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક પાણીપુરી વેચનારે ભારે ચર્ચા જગાવી છે.
 
તમે સામાન્ય રીતે માર્કેટમાં જે પાણીપુરી ખાવ છો, તે મીઠી ચટણી અને ફુદીનાના તીખા પાણી સાથે પીરસવામાં આવે છે. પરંતુ આ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ લોકોને લિટ પાણીપુરી ખવડાવી રહ્યો છે. ગુજરાતના પાણીપુરી વેચનારા એક વ્યક્તિનો વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં બીજા પાણીપુરીવાળા વિવિધ ફ્લેવરવાળી પાણીપુરી પીરસે છે, ત્યાં આ વ્યક્તિએ પાણીપુરીમાં મસાલો ભરી તેના પર આગ લગાવી અને ગ્રાહકોના મોઢામાં મુકવાનો નવો પાણીપુરી ટ્રેન્ડ શરૂ કર્યો છે.
 
જેની હાલ ભારે ચર્ચા થઇ રહી છે. વાયરલ વિડીયોમાં વેચનાર વ્યક્તિ પાણીપુરી પર આગ લગાવી અને ગ્રાહકના મોઢામાં મુકતો નજરે પડે છે. આ આઇડીયા એકદમ આજકાલ માર્કેટમાં મળી રહેલા ફાયર પાન જેવો જ લાગશે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ફૂડ બ્લોગર કૃપાલી પટેલે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.
 
પાણીપુરી પર આગ લાગવાનું કારણ જણાવતા ફૂડ બ્લોગરે કેપ્શનમાં ખુલાસો કર્યો છે કે, પાણીપુર પર કપૂર નાંખવામાં આવ્યું છે, જેથી તેને સળગાવી શકાય. આ વિડીયો શેર કરતા જ તેને ઈન્સ્ટાગ્રામ પર 22,362 લાઇક્સ અને ઘણા વ્યૂઝ મળી ચૂક્યા છે.
 
ઘણા લોકોએ ફાયર પાણીપુરીના આ કોન્સેપ્ટને ફાયર પાન સાથે મેચ કર્યો છે. તો ઘણા લોકોમાં સવાલ થઇ રહ્યો છે કે, શું આ રીતે સળગતી પાણીપુરી મોઢામાં મૂકવી સુરક્ષિત છે ખરી. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો કમેન્ટ સેક્શનમાં પોતાના વિચારો શેર કરી રહ્યા છે. જેમાં એક યુઝરે રમૂજ કરતા કહ્યું કે, તીખી પાણીપુરી બનાવવા કહ્યું તો આગ લગાવી દીધી, ધુમાડો કાઢી નાંખ્યો.