1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (15:14 IST)

જાણો ગુજરાતમાં એસ. ટી.બસના પૈડા કેમ અને કયા કારણોથી થંભી જશે

રાજ્યમાં હજારોની સખ્યામાં લોકો રોજબરોજ એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. કેટલાક લોકો દૈનિક રીતે એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ તો આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસના પૈડા થંભી જશે. સાતમાં પગારપંચ સહિત પ્રશ્ર્નોનું નિરાકરણ નહિ આવતાં એસટી કર્મચારીઓએ ૫મી ફેબ્રુઆરીથી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. જો તેમની માંગણીઓ સરકાર દ્વારા નહિ સ્વીકારવામાં આવે તો એસટી બસોના પૈડા થંભી જશે અને એસટીના ત્રણ યુનિયન દ્વારા સંયુક્ત આંદોલન કરવામાં આવશે. સાતમાં પગારપંચનો અમલ કરાવવા માટે એસટી બસના કર્મચારીઓ લાંબા સમયથી માગ કરી રહ્યા હતા. વાહનવ્યવહાર વિભાગ અને નિગમના અધિકારીઓ દ્વારા વારંવારની રજૂઆતો બાદ પણ માગણી સંતોષવામાં નહિ આવતા એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ હાથ મિલાવી સરકાર સામે બાયો ચઢાવી છે અને જો હવે સાતમાં પગારપંચનો અમલ કરવામાં નહિ આવે તો ૫મી ફેબ્રુઆરીથી સરકાર વિરુદ્ધનું આંદોલન પુન:જીવિત કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી.