બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 28 જાન્યુઆરી 2019 (10:36 IST)

જમ્મુ - વૈષ્ણોદેવી જઈ રહેલ ગુજરાતની બસને અકસ્માત, 2 શ્રદ્ધાળુઓના મોત

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જીલ્લામાં રવિવારે ગુજરાતની એક બસ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને 24 અન્ય ઘાયલ થઈ ગયા.  આ દુર્ઘટના જમ્મુ પઠાનકોટ રાજમાર્ગ પર થઈ. જ્યારે માતા વૈષ્ણોદેવી માટે તીર્થયાત્રા પર લઈ જવાઈ રહેલ વાહન એક ડિવાઈડર સાથે અથડાઈને પલટાઈ ગઈ. પોલીસના જણાવ્યા મુજબ બે પીડિતોનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. 24 ઘાયલોમાથી 18ને જમ્મુના સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી પર ગયેલી ગુજરાતની બસને પઠાણકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. બંને મૃતકો સુરતના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 24 જેટલા લોકોની નાની મોટી ગંભીર ઈજા પહોંચી છે.