બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (12:12 IST)

સ્વાઈન ફ્લૂની ચપેટમાં આવ્યા 2500થી વધુ લોકો, મોત, ગુજરાતમાં 438 કેસ, 7 દર્દીઓના

દેશ ભરમાં સ્વાઈન ફ્લૂનુ સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. રવિવાર સુધી સ્વાઈન ફ્લૂના 2500થી વધુ મામલા સામે આવ્યા છે અને બીમારીથી ઓછામાં ઓછા 77 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીમારીથી સૌથી વધુ 56 મોત રાજસ્થાનમાં થયા છે. 
 
સરકાર તરફથી રજુ થયેલા આંકડા મુજબ સ્વાઈન ફ્લૂના 2572 મામલા આવ્યા છે. જેમાથી 1508 મામલા રાજસ્થાનના છે. ગુજરાત આ મામલે બીજા નંબર પર છે.  જ્યા 438 કેસ આવ્યા છે. બીજી બાજુ દિલ્હીમાં 387 મામલા આવ્યા છે. જો કે દિલ્હીમાં હજુ સુધી સ્વાઈન ફ્લૂથી કોઈનુ મોત થયુ નથી હરિયાણામાં ગુરૂવાર સુધી 272 મામલા આવ્યા હતા. 
 
બીમારીથી થનારા મોતની વૃદ્ધિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં જ રાજ્યો સાથે બેઠક કરી તેમની પાસેથી નમૂનાની તપાસ જલ્દી કરવા અને હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવાનુ કહ્યુ હતુ.  આ દરમિયાન દિલ્હી સરકારે પણ સ્વાઈન ફ્લૂને ધ્યાનમાં રાખતા લોકો માટે પરામર્થ રજુ કર્યુ છે.