1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. Swine flu: Causes, symptoms, and treatment

Swine flu- સ્વાઈન ફ્લૂના લક્ષણ અને બચવાના ઉપાય

Swine flu
સ્વાઈન ફ્લૂ શું છે? 
ફ્લૂ ઈંફલેંજુ વાયરસ વડે સંક્રમિત થાય છે. આ સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં અને તેની આસપાસ થાય છે. આના લક્ષણોમાં સામાન્ય શરદી, ઉધરસ, વધારે પડતો તાવ, હાથ-પગ અને કમરમાં દુ:ખાવો, ઠંડીની સાથે તાવ આવવો અને થાકી જવું વગેરે દેખાઈ આવે છે. 
સ્વાઈન ફ્લૂ કેવી રીતે ફેલાય છે? 
 
- સંક્રમિત વ્યક્તિ દ્વાર ઉધરસ કે છીંક ખાવાથી. 
 
- તે વસ્તુઓને અડવાથી જેને સંક્રમિત વ્યક્તિ અડી હોય. સંક્રમિત વ્યક્તિ પોતાની અંદર આના લક્ષણો દેખાયાના એક દિવસ પહેલાં અને સાત દિવસ સુધી આને 
 
ફેલાવી શકે છે. 
 
કેવી રીતે રક્ષણ કરશો સ્વયંનું ? 
 
- શક્ય હોય ત્યાર સુધી હાથ સાબુથી જ ધુઓ. 
 
- જો સાબુ ન હોય તો આલ્કોહોલ આધારિત ક્લિનર વડે હાથને ધુઓ. 
 
- સંક્રમિત વ્યક્તિ અથવા એવી વ્યક્તિ જેનામાં સ્વાઈન ફ્લૂની શંકા હોય, તેનાથી ઓછામાં ઓછી છ ફૂટની તો દૂરી રાખો. 
 
- જો તમને પોતાની અંદર પણ સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દેખાતા હોય તો ઘરમાં રહો. 
 
- જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવું પડે તેવું હોય તો ફેસ માસ્ક અથવા રેસ્પિરેટર પહેરો. 
 
- સ્તનપાન કરાવનારી માતા પોતે સંક્રમિત હોય તો બાળકને દૂધ ન પીવડાવવું. 
 
- ઉધરસ અને છીંક આવે તો ટીસ્યુ પેપરનો ઉપયોગ કરો અને તેને તુરંત જ ડસ્ટબીનમાં ફેંકો. 
 
- ભીડવાળી જગ્યાએ ન જશો. 
 
- વધારે માત્રામાં પાણી પીવો. 
 
- ભરપુર ઉંઘ લો, આનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 
બાળકોમાં લક્ષણ : 
 
- એકદમ ઝડપી શ્વાસ લેવા અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવી. 
 
- ત્વચાના રંગમાં બદલાવ આવવો. 
 
- જો બાળક પુરતી માત્રામાં પાણી ન પી રહ્યું હોય. 
 
- સતત ઉલ્ટીઓ થઈ રહી હોય. 
 
- ફ્લૂ જેવા લક્ષણ અને સાજા થયા બાદ ફરીથી તાવ આવવો અને ઉધરસની વધારે પડતી તકલીફ થવી. 
 
- બાળકોની આ બિમારીની ઝપેટમાં આવવાની શક્યતા વધારે છે કેમકે સ્કુલના મિત્રો સાથે એકદમ નજીકથી મળે છે તો બાળકોને તેનાથી બચાવો. 
 
- જો બાળક બિમાર હોય તો તેને ઘરમાં જ રાખો. જ્યાર સુધી ફ્લૂ કે તેનાથી મળતાં લક્ષણો દેખાઈ ન દે ત્યાર સુધી ડરશો નહિ. બાળકને તુરંત જ પીડિયાટ્રીક્સ 
 
પાસે લઈ જાવ. 
 
- ઉધરસ અને છીંક આવે ત્યારે નાકને ઢાંકીને રાખો. બાળકોને પણ ચેતવો કે જ્યાર સુધી શક્ય હોય ત્યાર સુધી દૂરથી વાતચીત કરે.
આગળનો લેખ
સેક્સથી દૂર રહેશો તો યોનિમાં થઈ શકે છે આ સમસ્યાઓ.. !!