1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 16 જુલાઈ 2020 (23:46 IST)

ગુજરાતની પેટાચૂંટણીમાં BJPને ફાયદો અને કોંગ્રેસ આ રીતે નુકસાન પહોંચાડશી BSP?

રાજકારણના અખાડામાં અટકળો છે કે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. આ સપ્ટેમબરમાં ગુજરાતની પેટાચૂંટણી યોજાવવાની છે. બીએસપી સ્ટેટ યૂનિટે આ નિર્ણય કર્યો છે કે પેટાચૂંટણીમાં પાર્ટી તમામ આઠ સીટો પર પોતાની ઉમેદવારો ઉતારશે. 
 
બીએસપીના ઉમેદવાર કોંગ્રેસનું નુકસાન કરશે અને ભાજપને ફાયદો થશે. બીએસપી સ્ટેટ યૂનિટે ઉમેદવાઅરોને પેટા ચૂંટણીમાં ઉભા રાખવાની જાહેરાત કરી દીધી છે અને સીટો માટે ઉમેદવારોની શોધખોળ કરવામાં આવી રહી છે. બીએસપીના મુખિયા માયાવતી દલિતોની નેતા ગણવામાં આવે છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસના દલિત વોટ તૂટશે. 
 
ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી બીએસપી
2017માં ગુજરાતની ચૂંટણીમાં બીએસપી ત્રીજા નંબરની પાર્ટી બની હતી. બીએસપીએ અહીં ભાજપ અને કોંગ્રેસ બાદ સૌથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે નેશલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ચોથા નંબર પર રહી હતી. બીએસપી ઉમેદવારોને 2,06,768 વોટ મળ્યા હતા જ્યારે એનસીપીના ઉમેદવાર ફક્ત 1,84,813 વોટ જ મેળવવામાં સફળ રહ્યા હતા. 2017માં બીએસપીની ચાર સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. 
 
બીએસપી ઉઠાવશે આ મુદ્દો
મહામારી દરમિયાન દલિતોની દુર્દશા, ખાસકરીને સામૂહિક પ્રવાસ દરમિયાન તેમની પરેશાની આગામી ચૂંટણીનો મુખ્ય મુદ્દો હશે. માયાવતીએ ગુજરાત પરત ફરનાર પ્રવાસીઓ માટે નોકરીની માંગ કરી છે. કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ પણ બીએસપી પર ભાજપને સમર્થન કરવાની વાત કહી હતી,  જોકે બીસપીએ તેને નકારી કાધી હતી. 
 
ભાજપ વિરૂદ્ધ આવી તમામ પાર્ટીઓ: જિગ્નેશ મેવાણી
વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ તમામ રાજકીય પાર્ટીઓને ભાજપ વિરૂદ્ધ એકસાથે આવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસ મળીને ભારતીય સંવિધાન બરબાદ કરી કરી છે. આ દરેક એક નાગરિક અને રાજકીય પાર્ટીઓનું કર્તવ્ય છે કે હવે તેમને આમ ન થવા દે. 
 
કોંગ્રેસના ધારાસભ્ય વેચાઉ છે: બીએસપી
તો બીજી તરફ બીએસપીના પ્રવક્તા પિયૂષ જાદૂગરે કહ્યું કે 'દરેક જાણે છે કોંગ્રેસના નેતા વેચાઇ જાય છે. 2017ની વિધાનસભાને ચૂંટણીમાં જે આઠ સીટોના લોકોએ કોંગ્રેસ ધારાસભ્યોના હાથમાં જવાબદારી આપી, તેમને જીતીને જનતા સાથે વિશ્વાસઘાત કર્યો. ભાજપે ગરીબો માટે કશું કર્યું નથી. આ પરિસ્થિતિઓમાં ફક્ત બીએસપી જ મજબૂત છે જે પેટાચૂંટણીમાં તમામ આઠ સીટો પર જીત નક્કી કરશે. 
 
ગુજરાતે ત્રીજી પાર્ટીને નકારે: કોંગ્રેસ
ગુજરાતની આઠ વિધાનસભા સીટો ખાલી થઇ છે. આ સીટો પર કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. જીપીસીસી અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના લોકોએ હંમેશા ત્રીજી પાર્ટીને નકારી છે. ગુજરાતમાં કોંગ્રેસને તોડનાર ભાજપને ગુજરાતની જનતા પાઠ ભણાવશે.