1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: જામનગરઃ , શુક્રવાર, 23 જૂન 2023 (21:08 IST)

Jamnagar માં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ત્રણ લોકોના મોત અને પાંચ લોકો ઘાયલ

Building collapsed in Gujarat's Jamnagar, 3 people killed, rescue operation underway
Building collapsed in Gujarat's Jamnagar, 3 people killed, rescue operation underway
જામનગરના સાધના કોલની વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની 30 વર્ષ જુની ઈમારત અચાનક ધરાશાયી થઈ.  હાઉસિંગના ત્રણ માળિયા મકાનનો એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેની સારવાર ચાલી રહી છે.
 
 
શહેરમાં જર્જરીત થયેલી ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં 10થી વધુ લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

દુર્ઘટનામાં મૃતકોના નામ
 
મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ)
જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ)
શિવરાજ જયપાલ સાદિયા (4 વર્ષ)
દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોના નામ
 
કંચનબેન મનસુખભાઈ જોઈશર
પારુલબેન અમિતભાઈ જોઈશર
હિતાંષી જયપાલ
દેવીબેન
રાજુભાઈ ઘેલાભાઈ

જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે
Building collapsed in Jamnagar


પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સ્થિત હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. આ ઈમારત ત્રીસેક વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. આ ઈમારતમાં ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયાં છે. આ ઈમારતમાં હાલમાં લોકો રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાના કારણે કાટમાળમાં કેટલાક લોકો દટાયાની પૂરતી શક્યતા છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે.