PM મોદી તથા સ્પેનના વડાપ્રધાનના હસ્તે કરાશે C295 એરક્રાફ્ટના પ્લાન્ટનું લોકાર્પણ, જાણો વિમાનની શું છે વિશેષતા
Tata Advanced Systems ને Airbus DS દ્વારા ભારતીય ઉત્પાદન એજન્સી (IPA) તરીકે પસંદ કરવામાં આવી છે. કરાર હેઠળ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ તેની સુવિધાઓમાંથી 40 ફ્લાય-અવે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે અને ભારતીય વાયુસેના દ્વારા ખરીદવામાં આવનાર કુલ 56 એરક્રાફ્ટ માટે MRO સપોર્ટ અને સેવાઓ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 2026 સુધીમાં પ્રથમ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવાનો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 21 હજાર 935 કરોડ રૂપિયા છે.
ભારતમાં નિર્માણ પામેલાં 16 વિમાનો વાયુદળને આપવામાં આવશે, જ્યારે 40 વિમાનોનું ભારતમાં ટાટા દ્વારા ઉત્પાદન કરવામાં અને ઍસેમ્બ્લ કરવામાં આવશે.
C-295 MW વિમાનની શું છે વિશેષતા ?
C-295 MW એક કાર્ગો વિમાન છે. તેની કાર્ગો લઈ જવાની ક્ષમતા 5થી 10 ટન છે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, C-295 MW વિમાન ભારતીય વાયુસેનાના જૂનાં AVRO વિમાનની જગ્યા લેશે. આ વિમાનની પાછળ એક દરવાજો છે. જેનો ઉપયોગ પૅરાટ્રૂપર્સ (સૈનિકો) અને સામાનને દરિયાઈ માર્ગે ઉતારવા માટે થઈ શકે છે.
સરકારનો દાવો છે કે, ભારતીય વાયુસેનામાં સામેલ થનારાં આ વિમાનોથી વાયુસેનાને ઘણો ફાયદો થશે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ તાતા-ઍરબસ પ્રોજેક્ટમાં ભારતમાં 13,400 ડિટેલ પાર્ટ્સ, 4600 સબ-ઍસેમ્બ્લી અને સાત પ્રમુખ ઍસેમ્બ્લીનું નિર્માણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારનો દાવો છે કે, આ પ્રોજેક્ટથી મોટી સંખ્યામાં નોકરીઓ મળશે.
સંરક્ષણ મંત્રાલય અનુસાર, તાતાએ પ્રોજેક્ટ માટે સાત રાજ્યોમાં 125 નાની કંપનીઓ સાથે ગોઠવણ કરી છે. જેની પાસે વિમાન માટે વિવિધ પ્રકારનાં સ્પેર પાર્ટ્સ લેવામાં આવશે.
આ પ્રોજેક્ટ 600 વિશેષજ્ઞો માટે પ્રત્યક્ષ રોજગારી ઊભી કરશે. તો પરોક્ષ રીતે 3000 નોકરીઓનું નિર્માણ થશે. તેના માટે 240 ઍન્જિનિયરોને સ્પેનની ઍરબસ ફૅકટરીમાં ટ્રેનિંગ આપવામાં આવશે.