શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (14:50 IST)

કેનેડામાં એડમિશન અપાવવાના બહાને ભત્રીજી પાસેથી 3 લાખ રૂપિયા પડાવનાર કાકા સહિત બે શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

કેનેડામાં અભ્યાસ માટે એડમિશન અપાવવાના બહાને રૂપિયા ભત્રીજીના 3 લાખ રૂપિયા પડાવી લેનાર કાકા તેમજ ભેજાબાજ વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં રહેતા અંકિતાબેન વાઘેલા ખાનગી કંપનીમાં રિલેશનશિપ મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ-2016 દરમિયાન તેમને અભ્યાસ અને નોકરી માટે કેનેડા જવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના કાકા હિતેશભાઈ કુબેરભાઈ ચૌહાણ (રહે, સંજયનગર, તુલસીવાડી, વડોદરા) અને તેમના મિત્ર મુકેશભાઇ ભાઇલાલભાઇ પટેલ(રહે, ભરૂચ )નો સંપર્ક સાધ્યો હતો. તે દરમિયાન હિતેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાં ભત્રીજીનું બી.કોમમાં એડમિશન થઈ ગયું છે, જેના માટે 3 લાખ રૂપિયા ભરવાના છે, તેમ કહેતા મહિલાએ ટુકડે-ટુકડે 3 લાખ રોકડા ચુકવ્યા હતા, ત્યાર બાદ એડમિશન બાબતે શંકા જતાં મહિલાએ રૂપિયાની પરત આપવાની માંગણી કરી હતી, જે રૂપિયા પણ તેઓ નહીં ચુકવતા મહિલાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.