રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (09:30 IST)

વેલેન્ટાઇન્સ ડેની વિશેષ પૅકેજો દ્વારા ઉજવણી, સેલ્ફ લવ અને સિંગલહૂડને સેલીબ્રેટ કરાશે

death of college girl
દરેક પ્રસંગને વિશેષ બનાવવા માટે પોતાના મહેમાનોને અસાધારણ અને વૈભવી આતિથ્યસત્કારનો અનુભવ પૂરો પાડવાની પોતાની કટિબદ્ધતાને આગળ વધારતા અમદાવાદમાં આવેલી આઇટીસી હોટેલ્સનો હિસ્સો એવી વૈભવી કલેક્શન હોટેલ આઇટીસી નર્મદા તેના ઉત્કૃષ્ટ વેલેન્ટાઇન્સ ડેના પૅકેજો લૉન્ચ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે માટે આઇટીસી નર્મદાની થીમ છે - ‘સેલીબ્રેટિંગ સિંગલહૂડ - મી, માય વેલેન્ટાઇન, લવ દાઇસેલ્ફ’.
 
આ વર્ષે આઇટીસી નર્મદા પોતાના પાર્ટનર, મિત્રો કે પરિવારની સાથે કરવામાં આવતી વેલેન્ટાઇન્સ ડેની પરંપરાગત ઉજવણીથી થોડું અલગ કરવાનો ઇરાદો ધરાવે છે. પ્રેમની ઉજવણીના આ દિવસને થોડો વિશિષ્ટ બનાવી શકાય તે માટે તે તેની ઑફરિંગ્સની વ્યાપક રેન્જની સાથે સેલ્ફ-લવની થીમ પર વેલેન્ટાઇન્સ ડે ઉજવવા માંગે છે.
 
અમદાવાદમાં વસતાં આઇટીસીના પ્રશંસકો હોટેલ ખાતે ખૂબ જ કાળજીપૂર્વક ચૂંટીને તૈયાર કરવામાં આવેલા સ્વાદિષ્ટ ભોજન, સ્પા, સલૂન અને આતિથ્યસત્કારને મનભરીને માણી શકશે અને સેલ્ફ-લવની આ થીમનો સાક્ષાત્કાર કરી શકશે. આ વર્ષે વેલેન્ટાઇન્સ ડેને સવિશેષ બનાવવા અને લોકોને સેલ્ફ-લવમાં તરબોળ કરવા આઇટીસીના હોસ્પિટાલિટી નિષ્ણાતો દ્વારા એક પર્ફેક્ટ ગેટવે આઇટિનરેરી તૈયાર કરવામાં આવી છે.
 
અનેક વાનગીઓ ધરાવતા સ્વાદિષ્ટ નાસ્તા, આતિથ્યસત્કારને મનભરીને માણી શકાય તેવું રોકાણ અને 60-મિનિટના સ્પાનું આરામદાયક સેશન ધરાવતું પ્રથમ પૅકેજ મહેમાનોને આસક્ત બનાવી દે તો નવાઈ નહીં. આ ઉપરાંત, આઇટીસીના નિષ્ણાતોએ બે કૉમ્બો પૅકેજ પણ તૈયાર કર્યા છે, જેમાં નાસ્તા અને સ્પા તથા સિંગલહૂડમાં આનંદ અનુભવતા સિંગલ લોકો માટે સલૂન સર્વિસનો સમાવેશ થાય છે, જેથી તેઓ દુનિયાના ઘોંઘાટથી દૂર પોતાની સાથે થોડી અંગત પળો માણી શકે.
 
આઇટીસી નર્મદાના ખાણી-પીણીના વિશિષ્ટ અને અલાયદા વેન્યૂમાં સ્પેશિયાલિટી રેસ્ટોરેન્ટ્સ, સિગ્નેચર ગુર્મે આઉટલેટ્સ, પેટીસરી અને બોઉલોન્જેરીનો સમાવેશ થાય છે અને તેની સાથે વૈવિધ્યસભર અને નિર્મળ વાતાવરણ અમારા મહેમાનોને આનંદપ્રમોદના અનેક વિકલ્પો પૂરાં પાડે છે.
 
કપલો માટેના વિશેષ સ્ટેકેશન્સ અને સ્વાદિષ્ટ વાનગીઓ ધરાવતા પૅકેજો પણ આઇટીસી નર્મદા ખાતે પૂરી પાડવામાં આવતી સુખ-સુવિધાઓનો હિસ્સો હશે. તેમાં હોટેલ ખાતે પૂરાં પાડવામાં આવતાં સ્ટેકેશન પૅકેજિસ અને ડાઇન-ઇન ઑફરિંગ્સ સિવાય ઘરે આહ્લાદક ડેટ-નાઇટ ગૂર્મે કાઉચનો પણ સમાવેશ થાય છે. આ સુવિધામાં વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા વૈભવી ડાઇનિંગનો અનુભવ પૂરો પાડવામાં આવશે અને તમારા પર્સનલ બટલર તમને વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા મેનૂમાંથી સ્વાદિષ્ટ ભોજન, કૅક, ફૂલો, વાયોલિનવાદક, આઇટીસી નર્મદાની સિગ્નેચર રેસ્ટોરેન્ટ્સ અને મનોરમ્ય સ્થળો ખાતે તમને વૈભવી કારમાં લાવવા-લઈ જવા સહિતની બધી જ વ્યવસ્થા ગોઠવશે.