ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (11:25 IST)

ચીનથી કરાંચી જઇ રહેલું શિપ કંડલા પોર્ટ પર પકડાયું, લઇ જઇ રહ્યા હતા મિસાઇલમાં ઉપયોગ લેવામાં આવતો સામાન

ગુજરાતના કંડલા પોર્ટ પરથી ચીનથી પાકિસ્તાનના કરાંચી જઇ રહેલા એક જહાજને અટકાવી દેવામાં આવ્યું છે. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જહાજ પર મિસાઇલ સાથે જોડાયેલી સામગ્રી છે જોકે બાલિસ્ટિક મિસાઇલની લોન્ચિંગમાં ઉપયોગમાં લઇ શકે છે. 
 
જહાજ પર 22 સભ્યો ક્રૂ સવાર છે. પોર્ટની જૈટી સંખ્યા-15 પર આ જહાજ ઉભું છે. વિભિન્ન ટીમો જહાજની તપાસમાં જોડાઇ છે. મીડિયા અહેવાલોના અનુસાર જહાજ 3 ફેબ્રુઆરીના રોજ અટકાવવામાં આવ્યું હતું. આ જહાજ પર હાંગકોંગના ધ્વજ લાગેલા છે.  
 
કરાંચીના પોર્ટ કાસીમ જનારા આ વેસલમાં ન્યૂક્લિયર મશીનરી સમાન સાધનો હોવાની શંકા ઊભી થઈ છે. ઉપરના કાર્ગોમાં પવનચક્કીના સાધનો અને અન્ડર ડેક કાર્ગોમાં સૈન્યને લગતા મનાતા પૂર્જાવાળી મશીનરીની શંકા વચ્ચે પાકિસ્તાનમાં અનલોડ થનારા જથ્થા મામલે મિસડેકલેરેશન કરાયાની વાત પણ ચર્ચામાં આવી છે. 
 
ડીઆરડીઓની ટીમ પણ આ જહાજની તપાસ કરી રહી છે. ડીઆરડીઓના મિસાઇલ વૈજ્ઞાનિકની એક બીજી ટીમ જહાજનું આજે નિરીક્ષણ કરશે. આ જહાજને કસ્ટડીમાં લેવાની જાણકારી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ આપી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેમને સૂચના મળી હતી કે ચીનથી ગુજરાત અને પછી કરાચી જઇ રહેલા જહાજમાં કેટલોક શંકાસ્પદ સામાન લઇ જવામાં આવી રહ્યો છે.