ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (14:01 IST)

ગુજરાતમાં ધો.-12 પછી ધો.-10નું અંગ્રેજીનું પેપર સોશ્યલ મીડિયામાં વાયરલ થયું હોવાની ઘટના

ગુજરાતમાં બોર્ડની પરીક્ષામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ધોરણ-12નું બોગસ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આજે લેવાઇ રહેલ ધોરણ-10નું અંગ્રેજીનું પેપર વાયરલ થયાનું સામે આવતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.  મહિસાગરમાંથી અંગ્રેજીનું પેપર સોશ્યલ મીડિયામાં વાયરલ થયું છે. જ્યારે બીજી તરફ શિક્ષણ બોર્ડના ડેપ્યુટી ચેરમેને પરીક્ષા શરૂ થયા બાદ આ પેપર વાયરલ થયું હોવાનું નિવેદન આપ્યું છે. આ સંજોગોમાં આજે લેવાઇ રહેલી ધોરણ 10ની અંગ્રેજી વિષયની પરીક્ષામાં પણ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં આ વર્ષે વિવાદ પર વિવાદ સામે આવી રહ્યાં છે. પરીક્ષાના પહેલાં દિવસે જ ધોરણ-12નું પેપર પરીક્ષા પહેલાં જ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં મામલો વિવાદિત બન્યો હતો. જોકે બાદમાં આ પેપર બોગસ હોવાનું સામે આવતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.