રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (11:06 IST)

પવનની દિશા બદલાતા આજથી ઠંડી ઘટવાની વકી; 3થી 4 દિવસમાં ઠંડી વધુ 3 ડિગ્રી ઘટી શકે છે

ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જો કે, રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયાં છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 3થી 5 ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લાં અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લાં ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. જો કે, સોમવારથી પવનની દિશા બદલાતા ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 12.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડિગ્રી વધ્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડિગ્રી નોધાયો હતો.