ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 14 નવેમ્બર 2024 (11:28 IST)

Coldplay concert- કોલ્ડ પ્લેનો સૌથી મોટો શો અમદાવાદમાં

cold play
મૂળ બ્રિટનનું મ્યુઝિક બૅન્ડ કોલ્ડ-પ્લે ભારતમાં પણ ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. હાલમાં તેમની ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ યોજાઈ રહી છે.
 
બૅન્ડનો અત્યારસુધીનો સૌથી મોટો શૉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા. 25 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે.
 
આ વાતની જાહેરાત કોલ્ડ-પ્લેએ તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ તથા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પરથી કરી હતી. પોતાની જાહેરાતમાં બૅન્ડ લખે છે કે, આ તેમનો "સૌથી મોટો શૉ" હશે.
 
અમદાવાક ખાતેના કાર્યક્રમના પ્રચારપૉસ્ટરમાં જાહેરાત કરવામાં આવી છે કે "મિસ્ટ્રી ગૅસ્ટ" પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે, જેના વિશે સ્પષ્ટતા હવે પછી કરવામાં આવશે. શનિવારે આ કાર્યક્રમની ટિકિટો વેચાવાની શરૂ થશે.
 
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમની ટિકિટો વેચાણ અર્થે મૂકવામાં આવી હતી, જે માત્ર 30 મિનિટમાં વેચાઈ ગઈ હતી.