બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (14:45 IST)

અમદાવાદ: કોરોના ને કારણે આ વર્ષે પણ કોલેજમાં એડમિશન પ્રક્રિયા એક થી દોઢ મહિના મોડા શરૂ થશે.

અમદાવાદ: કોરોના વાયરસ ને 1 વર્ષ પૂર્ણ થયું છે.1 વર્ષ બાદ પણ કોરોના ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ગત વર્ષે કેસ વધતા લોકડાઉન આપવામાં આવ્યું હતું જેના કારણે સ્કૂલ કોલેજ પણ બંધ કરવામાં આવી  હતી.કોલેજ બંધ થતાં પરિક્ષા ઓનલાઇન અને મોડા લેવાઈ હતી જેના કારણે ગત વર્ષે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી ત્યારે આ વર્ષે પણ કેસ વધતા એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થશે.
 
ગત વર્ષે કોરોના ને કારણે અભ્યાસ ઓનલાઇન કરવામાં આવ્યો હતો.કોલેજમાં પરિક્ષા પણ ઓનલાઇન લેવામાં આવી હતી અને કેટલાક વિષયોમાં પરિક્ષા ઓફલાઈન લેવામાં આવી હતી જેના કારણે એડમિશન પ્રક્રિયા પણ મોડી શરૂ થઈ હતી.ગત વર્ષે કોરોના ને કારણે 20-30 દિવસ જેટલો સમય કોલેજમાં એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી ત્યારે આ વર્ષે પણ કોરોના ને કારણે એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થશે.
 
આ વર્ષે 10 અને 12મા ધોરણની પરીક્ષા મે મહિનામાં યોજાવવાની છે બાદમાં જૂન મહિનાના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે અને પરિણામ જાહેર થયા બાદ 15 દિવસ બાદ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતી હોય છે.જેથી સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં કોલેજમાં એડમિશન થઈ જતાં હોય છે તેની જગ્યાએ આ વર્ષે જુલાઈમાં અંતમાં અથવા ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે.