મહાત્મા ગાંધીના આત્મહત્યાના સવાલ પર કોંગ્રેસ નારાજ, કહ્યું- ગુજરાતના CM માફી માગે

Last Modified મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (16:35 IST)
ગુજરાતમાં કક્ષા 9ની પરીક્ષામાં મહાત્મા ગાંધીથી સંબંધિતવાહિયાત સવાલના મામલે રાજકારણ ગરમાઇ રહ્યું છે. મહાત્મા ગાંધીના આત્મહત્યા કરવાના સંબંધીત સવાર કરવાને લઇને ગુજરાતના શિક્ષણ વિભાગની ચારેબાજુ ટીક્કા થઇ રહી છે. ત્યારે આ વચ્ચે, કોંગ્રેસે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીથી માફી માગવાની માગ કરી છે.
કોંગ્રેસના પ્રવક્તા શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, આ સવાલ પૂછવો કે મહાત્મા ગાંધીએ આત્મહત્યા કેવી રીતે કરી, ગુનો છે. જ્યારે નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, આ પ્રકારના સવાલો પૂછવા મામલે તપાસ પણ કરવામાં આવી નથી. ગુજરાતના સીએમ વિજય રૂપાણીને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તમે સરકારના વડા છો, તેથી તમારે આગળ આવવું જોઈએ અને તેના માટે માફી માગવી જોઇએ. શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, બધાને ખબર છે કે, 30 જાન્યુઆરી 1948ના નાથૂરામ ગોડસેએ ગોળી મારી મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.
શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, સમગ્ર વિશ્વ જ્યારે મહાત્મા ગાંધીજીની 150મી જયંતી ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં સ્કૂલમાં બાળકોને પૂછવામાં આવી રહ્યું છે કે, મહાત્મા ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી? રાષ્ટ્રપિતાની સામે જે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી છે, તે એક ષડયંત્ર છે. તેની કાનુની તપાસ થવી જોઇએ અને રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવો જોઇએ.

ખરેખરમાં ગુજરાતમાં 9માં ધોરણમાં ઇંટર્નલ પરિક્ષામાં એક ચોકાવનારો સવાલ પૂછવામાં આવ્યો છે. સવાલ છે, ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી? પરીક્ષામાં આ અટપટા સવાલ પૂછવાના મામલો સામે આવ્યા બાદ અધિકારીઓએ તેની તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં, 12માં ધોરણના વિદ્યાર્થીઓથી પણ એક અજીબો ગરીબ સવાલ પૂછવામાં આવ્યો છે, જેને જોઇને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.
પરીક્ષામાં વિદ્યાર્થીઓથી પૂછવામાં આવ્યું છે કે, તમારા વિસ્તારમાં દારૂના વેચાણ વધવા અને દારૂની તસ્કરી દ્વારા ઉભી થતી મુશ્કેલીઓ વિશે ફરિયાદ કરતા જિલ્લા પોલીસ પ્રમુખને એક પત્ર લખો, તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.


આ પણ વાંચો :