શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (16:20 IST)

Kiss કરવા સમયે પતિએ કાપી નાખી પત્નીની જીભ, પોલીસને જણાવ્યું આ કારણ

ગુજરાતના અમદાવાદમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક શક્સે કિસ કરતા સમયે તેની પત્નીની જીભ કાપી નાખી હતી. આ ઘટના બાદ આરોપીએ પોલીસની સામે પોતાનો ગુનો સ્વિકારી લીધો છે. પરંતુ તેની પાછળનું વિચિત્ર કારણ તેણે જણાવ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે કીસ કરતા સમયે પત્ની અને તેની જીભ ચોંટી ગઇ હતી અને તે કારણે મજબૂરીમાં જીભ કાપવી પડી હતી.
 
આ ઘટના અમદાવાદના જુહાપુરા વિસ્તારની છે. જુહાપુરામાં રહેતા 46 વર્ષના અયૂબ મંસૂરી પર તેની પત્નીની જીભ કાપવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે અયૂબે કહ્યું કે પત્નીથી તેની થોડા દિવસ બોલાચાલી થઇ હતી. પરંતુ એક દિવસ એકબીજાની નજીક આવવા પર બંને કિસ કરી રહ્યાં હતા. ત્યારે તેની જીભ ચોંટી ગઇ, તેને અલગ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અલગ થઇ ન હતી. તે દરમિયાન અલગ કરવામાં પત્નીની જીભ કપાઇ ગઇ હતી.
 
પત્નીને ઘરમાં બંધ કરી ભાગ્યો આરોપી
મંસૂરીએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તેને અહેસાસ થયો કે પત્નીની જીભ કપાઇ ગઇ છે તો તે ગભરાઈ ગયો હતો. તે સમયે તેના મોંઢામાંથી ખુબજ લોહી નીકળી રહ્યું હતું. મંસૂરીએ જણાવ્યું કે, તે પોલીસના ડરથી તેની પત્નીને ઘરમાં બંધ કરીને ભાગી ગયો હતો. ત્યારે પીડિતા પત્ની તસલીમ હજી બોલી પણ શકતી નથી. તેણે 9 ઓક્ટોબરના સરદાર વલ્લભાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
 
પત્નીનો શું છે આરોપ?
તસલીમના જણાવ્યા અનુસાર, તે 9મી ઓક્ટોબરે પતિ અયુબ મંસૂરી સાથે જુહાપુરાના મહારાજના ઘરે હતી. ત્યારે અયુબે મને ફ્રેન્ચ કિસ કરવા માટે કહ્યું હતું. મને લાગ્યું કે અયુબ ઝગડો ભુલીને સમાધાન કરવા માગે છે. જેવી મેં જીભ બહાર કાઢી, અયુબે તેની જીભ હાથથી પકડી અને છરી મારીને કાપી નાખી હતી. ત્યારબાદ તે ઘમાં જ તેને બંધ કરી ફરાર થઇ ગયો હતો.