કિસ કરવાનુ કહીને પતિએ કાપી નાખી પત્નીની જીભ

Last Modified ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (15:29 IST)
પતિ પત્ની વચ્ચે લડાઈ ઝગડા થવા સામાન્ય વાત છે પણ આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
જેને સાંભળીને ભલભલાના શરીરમાં કંપારી આવી જાય. પતિએ કરવાના બહાને પત્નીની જીભ બહાર કઢાવી હતી બાદમાં અચાનક છરી કાઢી જીભ કાપી નાસી ગયો હતો. પતિ ઘર બહારથી લોક કરી અને નાસી ગયો હતો જેથી કોઈ અંદર ન આવી શકે. પત્નીએ બહેનને વીડિયો કોલ કરી ઘટના અંગે જાણ કરી હતી.

જુહાપુરાના મહેરાજ સોસાયટીમાં રહેતા અને પાલડીમાં નર્સ તરીકે નોકરી કરતા તસ્લિમ અયુબભાઈ મન્સૂરી સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નનાં થોડા મહિનાઓ બાદ જ અયુબે તસ્લિમ સાથે ઝઘડાઓ શરૂ કર્યા હતા. તે કાંઈ કામ ધંધો કરતો ન હતો. બુધવારે રાત્રે અયુબે તસ્લિમને કિસ કરવાનું કહી જીભ બહાર કઢાવી હતી. અને પછી જીભને હાથમાં પકડી લીધી હતી. બાદમાં પોતાની પાસે રહેલી છરી વડે તેની જીભ કાપી નાખી હતી.
હાલમાં તસ્લિમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો :