ફાયર સેફ્ટીનાં સાધનો અપૂરતા હોવાના કારણે આખું કોમ્પલેક્ષ સીલ

Last Modified મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (12:24 IST)

સુરતમાં ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા દુકાનો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક કોપ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો છે પણ તે ચાલુ હાલતમાં નથી. જેને કારણે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ પાલ વિસ્તારમાં આવેલું  સિલ્વર પોઇન્ટ કોમ્પલેક્ષ જેમાં 75 દુકાન આવેલી છે તે સીલ કરી કાર્યવાહી કરતા ફરી ફફડાટ મચી જવા પામ્યો છે. સુરતમાં સતત આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ફાયર વિભાગની તપાસમાં ઘટના સમયે ફાયર સેફટી નથી અથવા ફાયર સેફટીનાં સાધનો હોવા છતાં ચાલતા નથી તેવી વાતો સામે આવતી રહી છે. જેથી આગ લાગે છે. જોકે ફાયર વિભાગ આ મામલે સતત નોટિસ આપવા સાથે સિલિગ કાર્યવાહી કરી રહી છે. કોપ્લેક્સનાં સંચાલકો નોટિસને પણ ધ્યાને નથી લેતા જેને પગલે ફાયર વિભાગે લાલ આંખ કરી છે. સુરતનાં પાલ ગામ નજીક ગેલેક્સી સર્કલ પાસે આવેલ સિલ્વર પોઇન્ટ નામનું કોપ્લેક્સ આવેલ છે. ફાયર દ્વારા ચેકિંગ સમયે આ કોપ્લેક્સ ફાયર સિસ્ટમ છે પણ છેલ્લાં લાંબા સમયથી બંધ હોવાની વિગત સામે આવી હતી. 20 સપ્ટેબરનાં રોજ આ કોપ્લેક્સને ફાયર સેફટી ચાલુ કરવા નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ કોપ્લેક્સનાં સંચાલકો દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આજરોજ ફાયર વિભાગે આ કોપ્લેક્સની 75 દુકાનને સીલ કરી દીધી છે. આ કોમ્પલેક્ષમાં બે બેન્ક એક હોટલ ટ્યૂશન કલાસીસ, વકીલની ઓફિસ, એક રેસ્ટોરન્ટને પણ સીલ મારી દીધી છે. સામી દિવાળીએ આખા કોમ્પલેક્ષમાં સીલ મારતા સમગ્ર વિસ્તાર ફફડાટ મચી જવા પામ્યો છે.
 
 
 
 


આ પણ વાંચો :