ગુજરાતમાં કોંગ્રેસનુ રાષ્ટ્રીય અધિવેશન યોજવા પાછળ શુ છે રાહુલ ગાંધીની રાજનીતિ ? જાણો કોંગ્રેસની આગળની તૈયારી
લોકસભા ચૂંટણીમાં 99 સીટો જીતીને ખુદને થોડી મજબૂત કરનારી કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં દસકાઓથી સત્તામાંથી બહાર છે. હિમાચલ પ્રદેશ, તેલંગાના, કર્ણાટક પછી ઝારખંડ (ગઠબંધન સરકાર)ને છોડીને કોંગ્રેસ બધા સ્થાન પર સત્તામાંથી બહાર છે. આવામાં જ્યારે કોંગ્રેસનુ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં ચાલી રહ્યુ છે તો સવાલ ઉભો થઈ રહ્યો છે કે શુ કોંગ્રેસ ખુદને મજબૂત કરી શકશે? ખાસ કરીને બીજેપીની પ્રયોગશાળા અને પીએમ મોદી-ગૃહ મંત્રી અમિત શાહના ગૃહ રાજ્યમાં છે ? તેનો સીધો જવાબ છે કે કોંગ્રેસ માટે સત્તાનુ સપનુ ખૂબ મુશ્કેલ છે, જો તે 2027માં ચૂંટણીમાં 2017નુ પ્રદર્શન રીપિટ કરે તો મોટી વાત છે. તેનુ કારણ છે રાજ્યમાં આમ આદમી પાર્ટી (આપ)ના આવવાથી બનેલ ત્રિકોણ. આપ એ 2022ના વિધાનસભા ચૂંટણીમાં 14 ટકા વોટ આંચકીને ફક્ત પાંચ સીટો જીતી હતી પણ કોંગ્રેસની કમર તોડી નાખી હતી.
મૌનમાંથી બહાર નીકળેલી રણનીતિ
કોંગ્રેસના અમદાવાદ અધિવેશને 2007 ચૂંટણીની તૈયારીઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં નેતા વિપક્ષ બન્યા પછી ત્રીજી બે વાર રાજ્યનો પ્રવાસ કરી ચુક્યા છે. પહેલીવાર 2024માં આવ્યા હતા. ત્યારબાદ તે ગયા મહિને માર્ચમાં આવ્યા હતા. તેમણે ત્યારે તમામ નેતાઓ સાથે નીચલા સ્તરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. વિશ્વસ્ત સૂત્રોનુ માનીએ તો કોંગ્રેસ હવે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ પર ખુદને મજબૂત કરવા માંગે છે. બીજેપી સ્ટેચ્યુ ઓફ યૂનિટી થી કોંગ્રેસ નેતાઓને દૂર રહેવાને લઈને અત્યાર સુધી નિશાન સાધતી આવી છે. અધિવેશનના પહેલા દિવસે જ્યારે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભાઈ પટેલ મેમોરિયલ સ્મારકમાં રાહુલ ગાંધીએ પ્રતિમા પર માલ્યાર્પણ કર્યુ તો બીજેપી તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે કોંગ્રેસ નેતાએ સરદાર પટેલનુ અપમાન કર્યુ.
બીજેપીને વૉકઓવર નહી
ગુજરાત મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે પણ સરદાર પટેલ ગુજરાતમાં સૌથી મોટા પાત્ર છે. કદાચ આ જ કારણ છે કે હવે કોંગ્રેસ બીજેપી દ્વારા નેહરુ-પટેલના સંબંધોને લઈને કહેવાતી વાતોને કાઉંટર કરવા માંગે છે. કોંગ્રેસ મહાસચિવે બીજેપીના સરદાર પટેલ પ્રેમ પર સીડબલ્યુસી બેઠકમાં નિશાન સાધ્યુ અને કહ્યુ કે સરદાર પટેલના મેમોરિયલને ચલાવનારા ટ્રસ્ટ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. બધા સભ્યોને રાજમોહન ગાંધી દ્વારા લેખિત પટેલ અ લાઈફ પુસ્તક પણ આપવામાં આવ્યુ. કોંગ્રેસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે હવે તે પટેલ અને નેહરુના સંબંધોને લઈને ફેલાવેલ અસત્ય અને ગેરમાર્ગે દોરનારી વાતોને તથ્યો સાથે કાઉંટર કરશે.
શુ છે કોંગ્રેસની તૈયારી ?
કોંગ્રેસના રણનીતિકારોનુ માનવુ છે કે 2027 સુધી દેશની રાજનીતિ ખૂબ બદલાય જશે. પીએમ મોદી સુધી કોઈ ભૂમિકામા રહે છે તેના પર બીજેપીનો ગેમપ્લાન નિર્ભર કરશે. આવામાં કોંગ્રેસનો મજબૂત ગઢ રહેલ ગુજરાતમાં ફરીથી ખુદને મજબૂત કરવાનો આ યોગ્ય સમય છે. તેથી રાહુલ ગાંધીએ ગુજરાતથી જ બીજેપી-આરએસએસ વિરુદ્ધ બ્યુગલ ફૂંકવાની તૈયારી કરી છે.
દાયકાઓ પછી, અમદાવાદમાં આટલા બધા કોંગ્રેસના હોર્ડિંગ્સ અને ધ્વજ જોવા મળ્યા. ગુજરાતમાં આ બધું રસપ્રદ છે. સરમુખત્યારશાહી, માનવાધિકારના ઉલ્લંઘન અને બંધારણીય ઉલ્લંઘનના તમામ પ્રયોગો માટે ગુજરાત ભાજપ માટે હોમ પિચ છે. કેટલાક લોકોને એવું લાગશે કે ગુજરાતમાં CWC અને AICC પરિષદો યોજવાનો કોંગ્રેસનો નિર્ણય અતિશય મહત્વાકાંક્ષી છે અને તેમાં અપરિપક્વતા અને ઘમંડની ગંધ આવે છે. પણ ના. આ નિર્ણય હિંમતવાન અને પ્રશંસનીય છે. કોંગ્રેસે પોતાના સ્વ-ઘોષિત મોડેલ રાજ્યમાં ભાજપને પડકારવાની હિંમત કરી છે તે અર્થપૂર્ણ કરતાં પ્રતીકાત્મક વધુ છે. બધી લડાઈઓ હંમેશા જીતવા કે હારવા માટે લડવામાં આવતી નથી. મહત્વની વાત એ છે કે યુદ્ધના મેદાનમાંથી ભાગી ન જાવ. તેના બદલે તે આગળ આવવું જોઈએ.