શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 17 જાન્યુઆરી 2022 (20:40 IST)

Corona Update Gujarat - બે દિવસના ઘટાડા પછી આજે કોરોનાએ તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં નોંધાયા 12753 નવા કેસ

રાજ્યમાં ત્રીજી લહેરમાં આવી રહેલા કોરોના કેસએ ચિંતા વધારી છે. બે દિવસ ઉત્તરાયણના તહેવારને કારણે ઘટી ગયેલા કેસ આજે એકદમ વધી ગયા છે.  છેલ્લા 24 કલાકમાં  12753  કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર વધુ સાબદું થઈ ગયું છે. આજે સૌથી વધુ અમદાવાદમાં  4340 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં  2955 કેસ તો રાજકોટમાં 461 કેસ, વડોદરામાં 1207 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 212 કેસ, ભાવનગરમાં 202 કેસ સામે બહાર અવાતા ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો 5 લોકોના મોત થયા છે જ્યારે 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 5984 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 70,374 સુધી પહોંચી ગયા છે.  
 
16 જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1 મળી 8નાં મોત નોંધાયા છે, 15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું હતું. 14 જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. જ્યારે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

જાણો ગુજરાતમાં કોરોનાના ક્યા કેટલા કેસ ? 
 
-  અમદાવાદ શહેરમાં 4340 કેસ, ગ્રામ્યમાં 69 કેસ
-  સુરત શહેરમાં 2955 કેસ, ગ્રામ્યમાં 464 કેસ
-   વડોદરા શહેરમાં 1207 કેસ, ગ્રામ્યમાં 106 કેસ
-  રાજકોટ શહેરમાં 461 કેસ, ગ્રામ્યમાં 120 કેસ
-  ગાંધીનગર શહેરમાં 212 કેસ, ગ્રામ્યમાં 96 કેસ
-  જામનગર શહેરમાં 210 કેસ, ગ્રામ્યમાં 55 કેસ
-  ભાવનગર શહેરમાં 202 કેસ, ગ્રામ્યમાં 32 કેસ
-  વલસાડમાં 340 કેસ, નવસારી 300 કેસ
-  ભરૂચમાં 284 કેસ, મોરબીમાં 182 કેસ
-  મહેસાણામાં 152 કેસ, કચ્છમાં 149 કેસ
-  પાટણમાં 122 કેસ, ખેડામાં 102 કેસ
-  બનાસકાંઠામાં 91 કેસ, સુરેન્દ્રનગરમાં 75 કેસ
-  ગીર સોમનાથમાં 51 કેસ, આણંદમાં 44 કેસ
-  અમરેલીમાં 43 કેસ, દ્વારકામાં 41 કેસ
-  નર્મદામાં 35 કેસ, દાહોદમાં 31 કેસ
-  પંચમહાલમાં 31 કેસ, મહીસાગરમાં 20 કેસ
-  સાબરકાંઠામાં 20 કેસ, પોરબંદરમાં 19 કેસ,
-  તાપીમાં 19 કેસ, બોટાદમાંે 2 કેસ
-  અરવલ્લીમાં 1 કેસ, છોટાઉદેપુરમાં 1 કેસ
-  ડાંગમાં આજે એકપણ કેસ નહી
-  જૂનાગઢ શહેરમાં 59 કેસ, ગ્રામ્યમાં 10 કેસ