શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (07:34 IST)

ગુજરાત કોરોના અપડેટ - રાજ્યમાં રોજ વધતા કેસ કહે છે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક છે જરૂરી, આજે 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસ

રાજ્યમાં કોરોનાના કેસ રોજ ઝડપથી વધી રહ્યા છે. સાડા 7 મહિના બાદ પહેલીવાર 4200થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસ નોંધાયા હતા. એ પહેલા 22 મેના રોજ 4205 કેસ હતા.  સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ત્યાં એક હજારથી વધારે એટલે કે 1105 નવા કેસ નોંધાયા છે. રાજ્યના સૌથી વધુ 1835 કેસ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો આજે ઓમિક્રોનના એક પણ કેસમાં નોધાયા નથી.
 
14346 એક્ટિવ કેસ અને 29 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 44 હજાર 856ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 20 હજાર 383 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14346 એક્ટિવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 14317 દર્દીની હાલત સ્થિર છે.
 
આજે કોરોનાથી એકનું મોત
 
ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનાના માત્ર 5 જ દિવસમાં કોરોનાના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઈકાલે અમરેલીમાં અને આજે 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં કોરોનાથી એકનું મોત નોંધાયું છે. જ્યારે 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. એ અગાઉ 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. તો 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું.