શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 8 એપ્રિલ 2020 (10:41 IST)

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવેલા તમામ લોકોનું ૧૪ દિવસનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ

ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પર માર્ચ મહિનામાં ૫૨૧૯ લોકો વિદેશથી આવ્યા છે. જેમનો ૫૨૧૯ લોકોનો ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન સમય પણ પૂર્ણ થયો છે. વિદેશથી આવેલા લોકોએ શિસ્ત જાળવી તે આપણા માટે મોટી વાત છે, જ્યારે નિયમભંગ કરનારા નવ લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કબૂલી હતી. અમદાવાદના હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા દ્વારા જણાવવામાં આવ્યુ હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ વધુમાં જણાવ્યુ હતું. કે, અમદાવાદ કોરોના સામે લડવા માટે ૧૦૦ શહેરોમાં અમદાવાદ પહેલા સ્થાને છે. અમદાવાદમાં દેશનું સર્વશ્રેષ્ઠ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ અમદાવાદમાં બનાવવામાં આવ્યો છે. કોરોના સામેની લડતમાં દેશના સ્માર્ટસિટીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેલી છે. ત્યારે અમદાવાદનું સૌભાગ્ય કે ૧૦૦ શહેરોમાં અમદાવાદ પ્રથમ સ્થાને છે. હાલ અમદાવાદમાં બનાવાયેલા સ્માર્ટ સિટી કંટ્રોલરૂમથી તમામ સ્થળોની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં ૩૬ જગ્યાએ એલઈડી સાઈનબોર્ડ મુકવામાં આવ્યા છે, જેના થકી કોરોના વિષયક માહિતી લોકોને પહોંચાડવામાં આવી રહી છે. આ સિવાય શહેરના કોઈ પણ નાગરિકોને કોઈપણ સમસ્યા હોય તો તે ફોન કરતા જ તેને હલ કરવામાં આવશે.