1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Corona updateg gujarat

કોરોનાને લઇને રાહતના સમાચાર: સતત બીજા કોરોના સંક્રમિતોની સંખ્યા નજીવો ઘટાડો, મૃત્યુમાં વધારો

કોરોના અપડેટ ગુજરાત
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી રહ્યા છે. રાજ્યમાં આજે 14,327 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 9,544 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,08,368 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 73.82 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં કુલ 96,33,415 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 22,89,426 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,19,22,841 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 62,026 લોકોને પ્રથમ ડોઝ અને 62,0261 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં આજે કોરોનાના નવા 14,327 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 9,544 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 73.82 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4,08,368 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,37,794 એક્ટિવ કેસ છે. જ્યારે 572 લોકો વેન્ટિલેટર પર છે. 1,37,222 લોકો સ્ટેબલ છે. 4,08,368 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,010 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 180 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
અમદાવાદ કોર્પોરેશન 25, સુરત કોર્પોરેશન 18, રાજકોટ કોર્પોરેશન 13, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 10, અને જૂનાગઢ કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 3, અને ગાંધીનગર કોર્પોરેશન 3, મહેસાણા 5, સુરત 4, જામનગર 8, પાટણ 1, બનાસકાંઠા 4, દાહોદ 2, સુરેંદ્રનગર 8, વડોદરા 7, ભાવનગર 3, કચ્છ 8, ભરૂચ 2, ગાંધીનગર 2, જુનાગઢ 5, વલસાડ 1, આણંદ 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, મહિસાગર 4, મોરબી 4, સાબરકાંઠા 9, દેવભૂમિ દ્વારકા 4, બોટાદ 1, રાજકોટ 8, અને ડાંગ 3 એમ કુલ 180 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.
આગળનો લેખ
IPL 2021, DC vs KKR: પૃથ્વી શૉ અને ધવનની આક્રમક રમતથી જીત્યુ દિલ્હી, કલકત્તાને 7 વિકેટથી હરાવ્યુ