શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (10:44 IST)

ગુજરાતમાં 1.45 લાખ પાર પહોંચી કોરોના સંક્રમિતોની સંખ્યા, નવા 1335 કેસ અને 10 લોકોના મોત

રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 1335 કેસ સામે આવ્યા છે અને 10 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે 1473 લોકો સાજા થયા હતા તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં 10 લોકોના મોત થયા હતા જેમાં સુરતમાં 4 લોકોના, અમદાવાદમાં 3 લોકોના, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં 1-1 લોકોનો મોત થયા હતા. 
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી 47,54,655 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,45,362 લોકોના કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કુલ 3,522 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. 
 
રાજ્યમાં અત્યાર સુધી 1,25,243 લોકો સાજા થયા છે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 16597 એક્ટિવ કેસ છે જેમાંથી 91 લોકો હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.  
 
અમદાવાદમાં 37998 કેસ અને 1832 લોકોના મોત, સુરતમાં 30852 કેસ અને 793 લોકોના મોત, વડોદરામાં 12860 કેસ ને 194 લોકોના મોત, રાજકોટમાં 10174 કેસ અને 146 લોકોના મોત, જામનગરમાં 6633 કેસ અને 35 લોકોના મોત, ગાંધીનગરમાં 2920 કેસ અને 79 લોકોના મોત, ભાવનગરમાં 4365 કેસ અને 67 લોકોના મોત થયા છે.