ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 મે 2020 (11:28 IST)

ગુજરાત: કોરોના વાઇરસ સાથે સાથે ગરમીએ લોકોને કર્યા પરેશાન, વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીનો પારો ધીમે-ધીમે ચડી રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં મહતમ તાપમાનનો પારો 43ની આસપાસ ઉપર પહોંચ્યો છે. ગુજરાતના નાગરિકોને હવે કોરોના વાઇરસની સાથે સાથે ધગધગતા તાપથી પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી નાગરિકોને આગ ઓકતી ગરમી દઝાડી રહી છે. કોરોના વાઇરસનો ભય નાગરિકોમાં છે. સાથે સાથે ખુબ જ અગત્યના કામ માટે નાગરિકો એ મજબૂરીમાં ઘર બહાર નીકળવું પડી રહ્યું છે. શહેરના રસ્તામાં સામાન્ય દિવસો કરતા ઓછા વાહન ચાલકો જોવા મળી રહયા છે. ખાસ કરીને વાત કરીએ તો શરીર દઝાડતી ગરમી વચ્ચે નાગરિકો ગરમીથી બચવા માટે વાહન ચલાવતી વખતે ટોપી તેમજ રૂમાલનો સહારો લેવા મજબૂર બન્યા છે.
 
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં અમદાવાદ અને ભાવનગરમાં આખાયે ગુજરાતમાં સૌથી વધુ 43.7 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. તો પાટનગર ગાંધીનગરમાં 43.2 ડીગ્રી જ્યારે અમરેલીમાં 43 ડીગ્રી તાપમાન નોંધાયુ છે. 
 
અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ હવે વધી રહ્યું છે.  અમદાવાદમાં હવે દિવસ દરમિયાન અને રાત્રી ગાળા દરમિયાન પણ પંખા અને એસીનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે. સુરતમાં ગરમીનો પારો પણ ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે સુરતમાં લોકડાઉન વચ્ચે ગરમીનો પારો 38 થી ૩૯ ડિગ્રી સુધી પહોંચ્યો છે. કેટલાક લોકો ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આમ પણ ઓફિસ અને દુકાનો સાંજે ચાર વાગ્યા સુધી છે. ખુલ્લી રાખવાના આદેશને પગલે બપોરે ઠંડા પીણા સહિત આઈસક્રીમ પાર્લર પર લોકોની ભીડ ખૂબ ઓછી જોવા મળી રહી છે. સુરતમાં આગામી દિવસોમાં વાવાઝોડાના સંકટને પગલે પવન ફૂંકાઇ રહ્યો છે, જેને કારણે ગરમીનો પારો 33 થી 34 સુધી પહોંચ્યો છે.
 
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે આજે અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. પણ 29 મેથી 31 મે દરમિયાન સામાન્ય વરસાદ થઈ શકે છે.