શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી , શુક્રવાર, 18 જૂન 2021 (20:05 IST)

Corona Vaccination: હવે વેક્સીન માટે સ્લોટ બુક કરવાનુ ટેંશન નહી, CoWIN સાથે જોડાયા આ 91 પોર્ટલ-એપ

વેક્સીનેશન સ્લોટ બુકિંગ સાથે જોડાયેલા સારા સમાચાર છે. CoWIN પોર્ટલ પરથી અને એપ-વેબસાઈટને જોડવામાં આવે છે. તેના કારણે હવે એયરલાઈંસ ટિકિટ બુકિંગની જેમ સ્લોટ બુકિંગ પણ શક્ય થઈ જશે. 
 
જોડાયા 91 નવા એપ-પોર્ટલ 
 
CoWINના ચેયરમેન આર એસ શર્માએ કહ્યુ કે હવે કોઈન પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ APP ઉપરાંત 91 નવા એપ અને વેબસાઈટને COWIN ની સાથે જોડવામાં આવ્યા છે. દસ રાજ્ય સરકારોના બુકિંગ પ્લેટફોર્મ પણ CoWIN સાથે જોડાય ગયા છે. હવે આ રાજ્ય સરકારોના પ્લેટફોર્મમાં પણ વેક્સીન સ્લોટ બુક થઈ શકે છે. 
 
તેને કરવામાં આવ્યા ઈંટીગ્રેટ 
 
આ સાથે જ પેટીએમ, મેક્સ હેલ્થકેયર, ઈંડિગોને પણ CoWIN સાથે જોડવામાં આવ્યા છે. આ  ઉપરાંત  Max Health Care, Dr Reddys, Make My Trip, Indigo સહિત અન્ય પ્રાઈવેટ પ્લેટફોર્મને પણ  CoWIN સાથે  integrate કરવામાં આવ્યા છે. 
 
વેક્સીનેશન માં ગતિ આવશે 
 
CoWIN ચેયરમેને કહ્યું કે એડ કરેલા એપ્લિકેશન-પોર્ટલથી બુકિંગની માહિતી આપમેળે CoWIN પોર્ટલ પર આવી જશે.  જેના કારણે સરકાર પાસે દેશનો કેન્દ્રિય ડેટા રહેશે.. તેમણે કહ્યું કે વધુ એપ્લિકેશનો જોડવાથી વેક્સીનેશન (Corona Vaccination)ઝડપી બનશે. તેમજ હવે રસીકરણનું બુકિંગ પણ પહેલા કરતા વધુ સરળ બનશે. આને કારણે હવે લોકો એરલાઇન્સની ટિકિટ બુકિંગની જેમ રસીકરણ સ્લોટ બુક કરાવી શકશે