મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2020 (10:02 IST)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 247 સાથે કુલ 3548 પોઝિટિવ કેસ, કુલ મૃત્યુઆંક 163 થયો

કોરોના વાયરસ
રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં 27મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યાની સ્થિતિ મુજબ 247 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 197 વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરની સારવાર લઈ રહેલા 11 દર્દીનાં મોત થયા છે. મૃતકોમાં 5 દર્દી અમદાવાદના, 4 દર્દી સુરતના અને એક દર્દી બનાસકાંઠા અને વડોદરાના છે. આમ રાજ્યમાં કુલ 162 લોકોનાં મોત થયા છે.
કોરોનાના કારણે ગુજરાતમાં લૉકડાઉન વધી શકે છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ છથી સાત દિવસનો છે તેથી જો લૉકડાઉન ખોલવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેથી કોરોના વાઇરસના 14 દિવસના ગણાતાં હજુ બીજા એક ઇન્ક્યુબેશન સાઇકલને પૂરું થવા દેવું જોઇએ અને પછી લૉકડાઉન ખોલાય તેવી ચર્ચા ગુજરાત સરકારમાં અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે થઇ છે. સોમવારે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીઓની જે બેઠક મળવાની છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અંગે વડાપ્રધાનને દરખાસ્ત કરશે.