શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 જુલાઈ 2020 (15:31 IST)

કોરોના વાયરસના એક્ટિવ કેસની દૃષ્ટિએ હવે ગુજરાત દેશમાં 8મા સ્થાને પહોંચ્યું

ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા 735 કેસ નોંધાતા હવે કુલ કેસનો આંકડો 36,858 થયો છે. પરંતુ ડિસ્ચાર્જ કે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા બાદ કરતાં હાલ સારવાર હેઠળ હોય તેવા દર્દીઓનો આંકડો હાલ 8,574 છે જે કુલ દર્દીઓના 23 ટકા જેટલો થાય છે. આ સાથે હવે ગુજરાત દેશમાં સૌથી વધુ એક્ટિવ દર્દીઓ ધરાવતા રાજ્યોમાં આઠમા સ્થાને આવી ગયું છે.  સોમવારે ઉત્તરપ્રદેશ પણ ગુજરાતથી આગળ નીકળી ગયું છે. આમ હવે મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતનો ક્રમ આવે છે. તેની સામે રિકવરીનો રેટ ગુજરાતમાં 71.42 ટકા છે. સોમવારે જ 735 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.  17 લોકોના મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે થયેલાં કુલ મૃત્યુના કિસ્સાનો આંકડો 1,962 પર છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર 5.32 ટકા છે. દરમિયાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાની સારવાર બાદ રજા અપાઈ છે.