મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 18 માર્ચ 2021 (13:51 IST)

અમદાવાદ: યુનિવર્સિટીની પરિક્ષા મામલે NSUIનો PPE કીટ પહેરીને અનોખો વિરોધ...

અમદાવાદ: ગુજરાત યુનવર્સિટીની પરીક્ષા આજથી શર થઈ છે અને સાથે જ AMTS /BRTS બસ પણ બંધ થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને કોલેજ સુધી પહોંચવા તકલીફ થઈ રહી છે જેથી NSUI દ્વારા અનોખી રીતે પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવે પરિક્ષા ના આપી શકનાર વિદ્યાર્થી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ક્ષેત્રની પરિક્ષા આજથી શરૂ થઈ છે જેના 70,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.પરંતુ BRTS/AMTS બંધ થતાં પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચવા વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી હતી જેથી NSUI દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો હતો.NSUI ના નેતાઓ PPE કીટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા અને નારા લગાવીને આવેદનપત્ર આપ્યું હતું.NSUI દ્વારા પરિક્ષા રદ કરવા અથવા ઓનલાઇન લેવા મટે માંગણી કરવામાં આવી હતી.
અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર પિયુષ પટેલ જણાવ્યું હતું કે AMTS/BRTS બસ બંધ થતાં કેટલાક વિદ્યાર્થીઓને પરિક્ષા કેન્ડ સુધી પહોંચવા મુશ્કેલી થઈ રહી છે જેથી વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે.જે વિદ્યાર્થી પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચી ના શકે તે વિદ્યાર્થી પાછળથી પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.પરંતુ હાલ યુનિવર્સિટીની પરિક્ષા ચાલુ છે તે રદ નહિ થાય તે ચાલુ જ રહેશે..