ગુજરાતમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા, સુરત-અમદાવાદ એપી સેન્ટર બન્યું, 1640 નવા કેસ

corona
Last Modified મંગળવાર, 23 માર્ચ 2021 (09:11 IST)
ગુજરાતમાં કોરોનાને લઇને ચિંતા વધતી જાય છે. દરરોજ નવા કેસોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કોરોના વાયરસનો ખાતમો થવાની તૈયાર પહોંચેલા કોરોના ફરી પોતાની તાકાત બતાવી છે. એટલા માટે જરૂરી છે કે કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવામાં આવે. નવા કેસની વાત કરવામાં આવે તો સોમવારે 1640 નવા કેસ નોંધાયા હતા. કોરોનાની મહામારી શરૂ થયા બાદ આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ પહેલાં ગત વર્ષે 27 નવેમ્બરના રોજ 1607 કેસ મળી આવ્યા હતા. આ આંકડો ચિંતાજનક છે.

જોકે મોતના આંકડાને થોડી રાહત છે. ગત 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. રવિવારે 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 4454 લોકો કોરોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. સોમવારે અમદાવાદમા6 2 અને સુરતમાં 2 દર્દીઓના મોત થયા હતા. તો બીજી તરફ સંક્રમિતોની સંખ્યા 2,88,649 પર પહોંચી ગઇ છે.

સુરતમાંથી સૌથી વધુ 483 નવા કેસ મળી આવ્યા છે. આ રવિવારના મુકાબલે 27 ઓછા છે. રવિવારે સુરતમાં 510 કેસ મળી આવ્યા હતા. તો બીજી અમદાવાદમાં કન્ટેંટમેન ઝોની સંખ્યા 163 પહોંચી ગઇ છે.

રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. સાજા થવાનો દર 95.74% પહોંચી ગયો છે. 7847 સક્રિય કેસ છે. 73 વેંટિલેટર પર છે જ્યારે 7774 દર્દીઓની હાલત સ્થિર છે.

ગુજરાતમાં અત્યાર સુધી કુલ 32,74,493 લોકોએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. તો બીજી તરફ 6,03,693 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. સોમવારે રાજ્યમાં કુલ 2,32,831 લોકોને રસી લગાવી હતી. ગઈકાલે એક દિવસમાં 2.22 લાખ જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. એટલે કે છેલ્લા એક મહિનામાં દૈનિક કેસમાં 5 ગણો, જ્યારે કે એક્ટિવ કેસમાં ચાર ગણો વધારો થયો છે. જ્યારે રિકવરી રેટમાં 1.80 ટકાનો ઘટાડો થયો છે. એક મહિનામાં 20 હજારથી વધારે કેસ વધી ગયા છે.


આ પણ વાંચો :