રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 ડિસેમ્બર 2020 (12:02 IST)

કોરોના વૈક્સીન : સરકારની પ્રાયોરિટી લિસ્ટમાં તમારુ નામ આવશે કે નહી ? આ 4 વાતો કરશે નક્કી

પીએમ નરેંદ્ર મોદી (PM Narendra Modi) ના મુજબ, આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસ વેક્સીન (Coronavirus vaccine) તૈયાર થઈ જશે. તેમણે શુક્રવારે સર્વદળીય બેઠકમાં કહ્યુ કે જેવુ જ વૈજ્ઞાનિકોની ગ્રીન સિગ્નલ મળશે ભારતમાં ટીકાકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. વડા પ્રધાન મોદીએ વેક્સીન અભિયાન અંગે વિગતવાર કશું કહ્યું ન હતું, પરંતુ એટલુ જરૂર કહ્યું હતું કે 'પ્રથમ તબક્કામાં કોને વેક્સીન મળશે, તેને લઈને પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો તરફથી મળેલા સૂચનોના આધારે કામ કરી રહી છે.' સરકારે પ્રથમ ચરણ માટે ચાર મુખ્ય સમુહની ઓળખ કરી છે. જેમા જરૂરી સેવાઓને લઈને એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમણે કોવિડ -19 થી વધુ જોખમ છે. પીએમ મોદીએ આ ગ્રુપ્સ વિશે પણ બતાવ્યુ છે. આ ચાર પ્રાયોરિટી ગ્રુપ કયા કયા છે અને તેમા કોણ કોણ આવશે આવો જાણીએ. 
 
પીએમ મોદીએ કોરોના રસીકરણ અભિયાન અંગે શું કહ્યું?
 
મોદીએ શુક્રવારે જણાવ્યુ કે એક્સપર્ટ્સ આ માનીને ચાલી રહ્યા છે કે હવે કોરોનાની વૈક્સીન માટે ખૂબ વધુ રાહ નહી જોવી પડે, તેમણે કહ્યું કે, "રસીકરણ અભિયાનમાં પ્રાધાન્યતા કોરોના દર્દીઓ, ફ્રન્ટલાઈન કામદારો અને વૃદ્ધ લોકોની સારવારમાં રોકાયેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓને આપવામાં આવશે, જે પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડાય છે." તેમણે રસીના ભાવે કહ્યું કે 'કેન્દ્ર સરકાર આ વિશે રાજ્ય સરકારો સાથે વાત કરી રહી છે'.મોદીના કહેવા પ્રમાણે, "રસીના ભાવ અંગેનો નિર્ણય જાહેર આરોગ્યને આપવામાં આવતી સર્વોચ્ચ પ્રાધાન્યતા સાથે લેવામાં આવશે અને રાજ્ય સરકારો તેમાં સંપૂર્ણ રીતે ભાગ લેશે".
 
કોરોનાના ટીકા સૌથી પહેલા હેલ્થકેયર વર્કર્સને 
 
પ્રથમ પ્રાયોરિટી ગ્રુપ છે હેલ્થકેર વર્કર્સ. તેમાં તે લોકો છે જેઓ રોગચાળા સામે શરૂઆતથી લડ્યા છે. ડોકટરો, નર્સો, પેરામેડિક્સ, હેલ્થ કેર સપોર્ટ સ્ટાફ આ જૂથમાં જોડાશે. તેઓ સૌથી વધુ કોવિડ દર્દીઓના સંપર્કમાં હોવાથી, તેમને સંક્રમણનું જોખમ પણ સૌથી વધારે છે. આવી સ્થિતિમાં, તેઓને રસી પર પ્રથમ અધિકાર રહેશે.
 
ફરી આવશે ફ્ર્ટલાઈન વર્કર્સની આવશે વારો 
 
સરકારનું બીજું પ્રાયોરિટી ગ્રુપ ફ્રન્ટલાઈન વર્કર્સનુ  છે. આરોગ્ય કેર ઉપરાંત, ઘણી સેવાઓ આવી છે જે રોગચાળાના સમયે પણ નાગરિકોની સંભાળ લેવાનું બંધ કરી ન હતી. સેના, પોલીસ, ફાયર બ્રિગેડ, મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા ક્ષેત્રો તેનો ભાગ બનશે. આ એવા લોકો છે કે જેમણે રોગચાળા દરમિયાન દેશની સંરક્ષણ અને નાગરિક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે, તેથી તેઓ કોવિડ રસીની સૂચિમાં બીજા સ્થાને રહેશે.
 
ત્રીજા ગ્રુપમા 50 વર્ષથી વધુ વયના લોકો 
 
હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોના પ્રથમ તબક્કા પછી, રસી જેની ઉંમર 50 વર્ષથી વધુ છે તેમને આપવામાં આવશે. કોવિડ -19 ની અસર વૃદ્ધ લોકો પર વધુ જોવા મળી છે. 50 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં મૃત્યુનાં આંકડાઓ પણ વધારે છે. આવી સ્થિતિમાં, તેમને પ્રથમ વેક્સીન આપવી જરૂરી છે. સરકારે વડીલોને  અગ્રતાની સૂચિમાં ત્રીજા નંબરે મૂક્યા છે. એટલે કે, જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે, તો પછી પ્રથમ તબક્કામાં જ તમને રસી આપવામાં આવશે.
 
50 થી ઓછી વયના લોકોને મળશે વેક્સીન પણ ... .
 
ચોથો પ્રાથમિક સમૂહ એવા લોકોનું હશે જેની ઉંમર 50 વર્ષથી ઓછી હશે પરંતુ તેમને પહેલેથી જ ગંભીર બીમારીઓ છે. તે પ્રથમ તબક્કામાં બીજો સૌથી મોટો મહત્વપૂર્ણ જૂથ હશે. બે કે તેથી વધુ રોગ ધરાવતા લોકોને 'હળવા, મધ્યમ અને ગંભીર' માં વર્ગીકૃત કરી શકાય છે જેથી તે મુજબ વેક્સીનેશન કરી શકાય. સાધારણ  કિડની રોગવાળા દર્દીઓ અથવા મધ્યમ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ પ્રથમ તબક્કે બાકાત રહેવાની સંભાવના છે.