શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (15:14 IST)

Good News on કોરોના વૈક્સીન : PM મોદી બોલ્યા - સફળતાના નિકટ ભારત, કિમંત-ટીકાકરણ વિશે જાણો 10 ખાસ વાતો

કોરોના વેક્સીનને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે  એક મોટું નિવેદન આપ્યું. પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે ભારતને આગામી કેટલાક અઠવાડિયામાં જ વૈક્સીન મળી શકે છે, દેશના વૈજ્ઞાનિકો મોટી સફળતાની નજીક છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વૈક્સીનની કિમંત, તેના વિતરણ અને રાજ્યો સાથે સમન્વય અંગે ખુલીને વાત કરી. સર્વપક્ષીય બેઠકમાં ડઝનથી લગભગ એક ડઝનથી ધુ રાજકીય પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.
 
પીએમ મોદીએ વૈક્સીન વિશે શું કહ્યું, જાણો દસ મોટી બાબતો ...
 
1. ભારત રસી બનાવવાના ખૂબ નજીક છે અને દેશના વૈજ્ઞાનિકો ખૂબ ઉત્સુક છે. દેશને આગામી થોડા અઠવાડિયામાં જ આ વૈક્સીન મળી શકે છે.
 
2. દેશમાં કુલ આઠ વૈક્સીન પર ટ્રાય્લ ચાલુ રહી છે, કારણ કે ભારતમાં 3 વૈક્સીન બની રહી છે, જ્યારે કે દુનિયાની અનેક વૈક્સીનનુ ઉત્પાદન પણ ભારતમાં  થવાનું છે.
 
3. ભારતે એક વિશેષ સોફ્ટવેયર, Co-WiN. બનાવ્યું છે. જેમાં સામાન્ય લોકો કોરોના વૈક્સીનથી ઉપલબ્ધ સ્ટોક અને તેની સાથે જઓડાયેલ બધી મહિતી ઉપલબ્ધ રહેશે. 
 
4. એક નેશનલ એક્સપર્ટ ગ્રુપ બનાવ્યુ છે. પીએમ મોદી મુજબ આ ગ્રુપમાં કેંદ્રના લોકો, રાજ્ય સરકારના લઓકો અને એક્સપર્ટ છે. કોરોના વૈક્સીનના વિતરણ પર આ જ ગુપ સામૂહિત રૂપથી નિર્ણય લેશે. 
 
5. કોરોના વૈક્સીન પહેલા વૃદ્ધો, કોરોના વોરિયર્સ અને વધુ બીમાર લોકોને આપવામાં આવશે. વિતરણ માટે નીતિ બનાવવામાં આવશે, જે અંતર્ગત વિવિધ જુદા જુદા તબક્કા રહેશે. 
 
6. વૈક્સીનની કિમંત શુ રહેશે, તેના પર કેન્દ્ર અને રાજ્ય મળીને નિર્ણય કરશે. કિમંત પર નિર્ણય લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે અને રાજ્ય તેમાં ભાગ લેશે.
 
7. આ વૈક્સીનના વિતરણને લઈને કેન્દ્ર અને રાજ્યની ટીમો મળીને કામ કરશે. ભારત પાસે રસી વિતરણ કરવાની ક્ષમતા દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. 
 
8. દેશના દરેક ખૂણામાં રસી પહોંચાડવા માટે કોલ્ડ ચેનને મજબૂત બનાવવી પડશે. કેન્દ્ર અને રાજ્ય મળીને તેના પર કામ કરી રહ્યા છે.
 
9. ભારત આજે એવા દેશોમાંથી એક છે જ્યાં દરરોજ ટેસ્ટ સૌથી વધુ થાય છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ સૌથી વધુ છે અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
 
10. કોરોના વિરુદ્ધની લડાઈમાં વિકસિત દેશોને ઘણી મુશ્કેલી થઈ છે પણ ભારતે એક રાષ્ટ્રના રૂપમાં સારુ કામ કર્યુ છે. રાજનીતિક દળોએ વૈક્સીન વિતરણ સાથે જોડાયેલ કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાથી રોકવી જોઈએ.