બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (11:24 IST)

ભાજપ અધ્યક્ષના સ્વાગતમાં ફરી ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના કારણે તાજેતરમાં જ હાઇકોર્ટએ પણ માસ્ક નહી પહેરનાર લોકો માટે દંડની રકમ વધારવાનો આદેશ જાહેર કર્યો હતો. ત્યારબાદ ગુજરાત સરકારે પણ રાજ્યના લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. આ સાથે જ માસ્ક નહી પહેરવા બદલ દંડની રકમ 500 થી વધારીને 1000 રૂપિયા કરવામાં આવી હતી. પરંતુ લાગે છે કે ગુજરાતના મુખ્યમંત્રીને તેમની જ પાર્ટીના લોકો ગંભીરતાથી લેતા નથી. 
ભાજપ સાંસદ સીઆર પાટીલ તાજેતરમાં જ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા છે. હાલ તે ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયા હતા. સીઆર પાટીલે વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મંદિરના દર્શન કર્યા. જોકે આ દરમિયાન ભારે ભીડ જોવા મળી. કોઇને કોરોનાનો ડર ન હતો ના તો કોઇપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવામાં આવ્યું હતું. 
સીઆર પાટીલ આ દરમિયાન મંદિર મંદિર ફરી રહ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કાર્યકર્તા જોશમાં આવીને કોરોનાને જોતાં તમામ જરૂરી ગાઇડલાઇનને નજરઅંદાજ કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે તૈયાર કાર્યકર્તાઓમાં ના તો કોરોનાનો ડર અને ના તો નિયમો માનવાની જવાબદારી જોવા મળી. 
ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવતાં જોવા મળ્યા પોતાની જ પાર્ટીની સરકારના નીતિ નિયમોના ધજાગર ઉડાડતા જોવા મળ્યા. તેમણે પોતે ના તો માસ્ક પહેર્યું હતું અને ના તો સોશિયલ ડિસ્ટેંસિંગ નામની કોઇ વસ્તુ જોવા મળી હતી. 
 
આ પહેલાં સીઆર પાટીલ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રવાસ પર હતા. તેમણે સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. આ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. અધ્યક્ષ સીઆર પાટીલના સ્વાગત માટે અહીં ભાજપના નેતાઓ સાથે ગરબાનું આયોજન કર્યું હતું. સીઆર પાટીલ સાથે એક જીપમાં લગભગ 10 લોકો સવાર હતા. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ભાજપની મજાક ઉડાવવામાં આવી હતી. જોકે ગુજરાત ભાજપએ આ બધા પરથી બોધપાઠ લેવો જોઇએ. સોશિયલ ડિસ્ટન્સ ફક્ત સામાન્ય જનતા માટે છે.