સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 ઑગસ્ટ 2019 (10:22 IST)

પતિ બાથરૂમમાં સંબંધ બનાવવા માટે કરતો હતો મજબુર ના પાડે તો મારપીટ

અમદાવાદમાં યુવતીએ પતિ સામે યૌન ઉત્પીડનનો કેસ 
બાથરૂમમાં સંબંધ બનાવવા કરે છે મજબુર ના પાડે તો મારપીટ કરે છે 
અમદાવાદમાં એક 19 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બાથરૂમમાં શારીરિક સંબંધથી ના પાડવાના કારણે પતિ તેની સાથે મારપીટ કરે છે. તે સિવાય મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાઓ મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે.
 
દહેજ માટે કરે છે હેરાન
ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ગોમતીપુરમાં રહેનાર મહિલાએ 4 વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. પીડિતાએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાવાળા યુવતીને દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાએ જણાવ્યું કે, સાસરિયાવાળા હંમેશાં મને અડધી રાત્રે જગાવી દેતા હતા અને મારા પિતા પાસેથી દહેજ લઇ આવવા માટે દબાણ કરતા હતા. તેના સિવાય મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, તે દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો.
 
પતિના ભાઇ ઉપર પણ યુવતીનો આરોપ
મહિલએ જણાવ્યું કે, જ્યારે હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા માટે ના પાડતી હતી, ત્યારે તે મને ઢોર માર મારતો હતો અને જબરદસ્તીથી સંબંધ બનાવતો હતો. મહિલાએ પતિના મોટા ભાઇ ઉપર પણ છેડતીનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ કહ્યું કે, જ્યારે હું ઘરમાં એકલી હોવ ત્યારે પતિનો મોટો ભાઇ મારી સાથે જબરદસ્તી કરતો હતો. તેમણે જણાવ્યું કે, માત્ર સાસરિયાના લોકો જ નહીં પરંતુ પાડોશમાં રહેનાર એક મહિલા પણ મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવી મને મારવા માટે કહેતી હતી.