ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (13:10 IST)

અમદાવાદમાંથી ગેરકાયદેસર નંબરપ્લેટ બનાવનાર ઝડપાયા

અમદાવાદમાંથી ગેરકાયદેસર નંબરપ્લેટ બનાવનાર ઝડપાયા છે. આ ઘટનામાં રામોલ પોલીસે 2 આરોપી પાસેથી કુલ 52 નકલી નંબર પ્લેટ ઝડપાઇ છે. પોલીસે બંન્ને લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રામોલ પોલીસે બાતમીના આધારે વસ્ત્રાલ ચાર રસ્તા પાસેથી કિરણ ગલ્સર નામના વ્યક્તિ સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેની પાસેથી 52 HSRP નંબરપ્લેટ મળી આવી હતી, જે બાબતે પૂછપરછ કરતાં તે આ નંબર પ્લેટ પેઇન્ટર બી ગજ્જર નામની દુકાનમાં આપે છે. પોલીસે દુકાનમાં જઈ તપાસ કરતા વધુ 10 નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે આ મામલે RTO અધિકારીને બોલાવી તપાસ કરાવતા અમુક નંબર પ્લેટમાં બ્લ્યુ કલરથી IND લખ્યું ન હતું. એક પણ નંબર પ્લેટમાં આઇડેન્ટિટીફિકેશન કોડ નથી, અશોક ચક્ર પણ નથી તેમજ પાછળના ભાગે બારકોડ સ્ટિકર પણ નથી. જેથી પોલીસે કિરણ ગલ્સર અને દુકાન માલિક ભીખાભાઇ ગજ્જરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. આગામી 31 ઓગસ્ટ સુધીમાં તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવી દેવી ફરજિયાત છે. જેનો ફાયદો ઉઠાવી કેટલાક વેપારીઓ પૈસા કમાવા નકલી HSRP નંબર પ્લેટ વાહનોમાં લગાવી દે છે.