ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (16:51 IST)

કથિત પ્રેમ પ્રકરણ મામલે તપાસમાં અસહકાર બદલ IAS વિજય દહિયા સસ્પેન્ડ

2010ની બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની યુવતી વચ્ચેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિના રિપોર્ટ બાદ આઈએએસ દહિયાને ગુજરાત સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. દહિતાને તપાસ સમિતિને સહકાર ન આપવાના કારણે સસ્પેન્ડ કરાયા છે.
સરકારે દહિયાને ફરજ મોકૂફ સસ્પેન્શનમાં મૂકવાનો આદેશ કર્યો છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે આકરું પગલું ભરતા આઈએએસ લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારે ઓર્ડરમાં જણાવ્યા મુજબ દહિયાને ફરજ મોકૂફ દરમિયાન હેડક્વાર્ટર અંગેની જાણ હવે પછી કરાશે. તપાસ સમિતિએ દહિયા, આક્ષેપ કરનાર યુવતી લીનુ સિંઘ, પૂર્વ પત્નીના પરિવારજનો અને હાલમાં લિવ-ઈનમાં રહેતી યુવતી સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા અને તેમાં દહિયા વિરુદ્ધ લીનુ સિંઘે કરેલા આક્ષેપો પુરવાર થયા હતા. આ ઉપરાંત પોલીસે દહિયાને ચાર વખત હજાર રહેવા નોટિસ પાઠવી હોવા છતા તેઓ હાજર રહ્યા નહતા.
ગયા અઠવાડિયે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની છથી સાત કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તે બાદ દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નથી. પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ડૉ. દહિયાને ચોથી વખત નોટિસ અપાયા બાદ આ સમગ્ર ઘટનાક્રમ અંગે તેમના સંબંધિત વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવશે. આમ છતાં દહિયા હાજર ન થાય તો પોલીસ તેમને વધુ એક તક આપશે અને નિયમ મુજબ પાંચમી વખત નોટિસ અપાશે. પાંચમી નોટિસ સંદર્ભે પણ તેઓ હાજર ન થાય તો ડૉ. દહિયાની સામે ગુનો નોંધવામાં આવશે.