ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (13:23 IST)

ગુજરાતમાં દરિયાઇ માર્ગે ઘૂસવાના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી, કચ્છમાં એલર્ટ

જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ  આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરે તેવા આઇબીને ઇનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાથે સાથે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે.ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટના પગલે કચ્છના દરિયામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. જ્યારે કચ્છના માર્ગો પર પોલીસ દ્વારા દરેક વાહનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કચ્છમાં કોઇપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિ ન ઘટે તેને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક થઇ ગઇ છે. જાહેર સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ કચ્છના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ ને લઇને સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ તો કરવામાં આવી જ રહ્યું છે પરંતુ સાથે સાથે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. જ્યારે અટપટ્ટી ક્રીકથી લઇને ભૂજ-ભચાઉ ધોરીમાર્ગ સહિતના મહત્વના સ્થળો પર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લખપત-કોટેશ્વર વિસ્તારમાં સ્વતંત્રતા પર્વ તેમજ એલર્ટના પગલે BSF હેલિકોપ્ટર મારફત હવાઇ નિરીક્ષણ કર્યું.ગુજરાતમાં પૂર્વ કચ્છના એસપી પરીક્ષિત રાઠોડે કહ્યું કે, ઘુસણખોરી અટકાવવા અમે દરેક સાવચેતી લઈ રહ્યા છીએ. પાકિસ્તાનની સરહદવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મરીન અને બોર્ડર પોલીસ તૈનાત છે. સરહદની નજીક રહેતા લોકો, માછીમારોને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ સંવેદનશીલ વાહન, બોટ અને વ્યક્તિની નજર પર પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે.