બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2019 (14:38 IST)

MBBSની ડીગ્રી મેળવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં એક વર્ષ સેવા નહીં આપનારને 20 લાખનો દંડ થશે

મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે મહત્વની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે પહેલા મેડિકલનો અભ્યાસ પતાવીને વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમાં હવે ઘટાડો કરીને માત્ર એક વર્ષ જ ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડશે. 3 વર્ષનાં બદલે 1 વર્ષ ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલનાં વિદ્યાથીઓ માટે ફરજીયાત કરી 5 લાખનાં બોન્ડની સાથે 15 લાખની ગેરન્ટી આપવી પડશે. જે માટે 300 રૂપિયાનાં સ્ટેમ્પ પર સોગંદનામુ કરવું પડશે. ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહિ કરનાર મેડિકલના સ્ટુડન્ટને 20 લાખ રૂપિયાનો દંડ થશે. આ વિદ્યાર્થીઓએ બોન્ડની રકમ રૂ.2 લાખની સામે 5.00 લાખ રૂ.ની બેન્ક ગેરેન્ટી અથવા 5.00 લાખની કિંમત ધરાવતી મિલકત ગેરેન્ટી આપવાની રહેશે. આ જાહેરનામામાં તે પણ જણાવવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ અતિ ગરીબ હોય અને તેના માતા પિતા કે પરિવાર પાસે કોઇ મિલકત ન હોય કે બેંક ગેરેન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીઓન ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરેન્ટી અથવા મિલકત ગેરંટી રજૂ કરવામાંથી મુક્તિ મળી શકશે. આવા વિદ્યાર્થીઓએ 20 લાખનાં બોન્ડની બાંહેધરી 300 રૂ.નાં નોટરાઇઝડ સ્ટેમ્પ પેપર પર આપવાની રહેશે.