બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 18 ઑગસ્ટ 2019 (09:06 IST)

અફઘાનિસ્તાન : કાબુલમાં લગ્નોત્સવ દરમિયાન વિસ્ફોટ, કેટલાયનાં મૃત્યુની આશંકા

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં કેટલાય લોકો માર્યા ગયા હોવાનું અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયે જણાવ્યું છે.
વિસ્ફોટને નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર આત્મઘાતી હુમલાખોરે રિસેપ્શન-હૉલમાં પોતાની જાતેને ઉડાવી દીધી હતી.
આ હુમલો શહેરના શિયા સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારમાં કરાયો છે.
લોકોએ ઘટનાસ્થળે કેટલાય મૃતદેહો જોયા હોવાનું બીબીસીને જણાવ્યું છે.
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી તસવીરોમાં ઘટનાસ્થળોની બહાર આક્રંદ કરતી મહિલાઓ જોઈ શકાય છે.
હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
 
આત્મઘાતી હુમલો
તાજેરતમાં અફઘાનિસ્તામાં કેટલાય મોટા આત્મઘાતી હુમલાઓ થયા છે.
ચાલુ મહિને કાબુલની બહાર એક પોલીસચોકીને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં, 150થી વધુને ઈજા પહોંચી હતી.
તાલિબાને એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.
એક તરફ જ્યાં તાલિબાન અને અમેરિકા વચ્ચે અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત કરવાના મામલે ચર્ચા ચાલી રહી છે.
તો બીજી તરફ આ પ્રકારના મોટા હુમલાઓ કરાઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર અમેરિકા અને તાલિબાન ટૂંક સમયમાં શાંતિસમજૂતીની જાહેરાત કરી શકે છે.