શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: દુબઈ. , મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (10:30 IST)

એશિયા કપ / અફગાનિસ્તાને શ્રીલંકાને પહેલીવાર હરાવ્યુ, 5 વારની ચેમ્પિયન બહાર

એશિયા કપની ત્રીજી મેચમાં સોમવારે અફગાનિસ્તાને શ્રીલંકાને 91 રનથી હરાવ્યુ. વનડેમાં શ્રીલંકા વિરુદ્ધ આ તેમની ત્રણ મેચમાં પ્રથમ જીત છે.  બીજી બાજુ આ હાર પછી પાંચવારની ચેમ્પિયન શ્રીલંકાઈ ટીમ ટુર્નામેન્ટમાંથી બહાઅર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. તે પ્રથમ  મુકાબલો બાંગ્લાદેશથી હારી હતી. અફગાન ટીમ આ જીત પછી બાગ્લાદેશ સાથે ગ્રુપ બીમાંથી સુપર 4માં પહોંચી ગઈ. 
 
મુજીદ-રાશિદે લીધી બે બે વિકેટ - અફગાનિસ્તાન તરફથી મળેલ 250 રનના લક્ષ્ય સામે શ્રીલંકાની આખી ટીમ 41.2 ઓવરમાં 158 રન પર સિમટાઈ ગઈ. ઉપલ થરંગાએ 36 અને થિસારા પરેરાએ 28 રન બનાવ્યા. મુજીબ ઉર રહેમાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન અને નઈબે 2-2 વિકેટ લીધી. આ પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી અફગાન ટીમે રહમત શાહના 72 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ પર 249 ર અન બનાવ્યા. થિસારા પરેરાએ 5 વિકેટ લીધી. 
 
અફગાનિસ્તાન માટે ત્રણ હાફ સેંચુરી ભાગીદારી - રહમતના આઉટ થતા પહેલા શાહિદી સાથે ચોથી વિકેટ માટે 89 રન જોડ્યા. આ બંને પહેલા શાહજાદ-જનાતે પ્રથમ વિકેટ અને જનાત-રહમતની બીજી વિકેટ માટે 50થી વધુ રનની ભાગીદારી કરી.  શ્રીલંકાના અકિલા ધનંજયે બે વિકેટ લીધી. બીજી બાજુ શેહાન, લસિથ મલિંગા અને દુષ્મંથ ચમીરાએ એક એક વિકેટ લીધી.