સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (17:34 IST)

2025 સુધી માનવીથી વધુ કામ કરશે રોબોટ, જાણો ક્યા કાર્ય માટે રહેશે માનવીની જરૂર

વિશ્વ આર્થિક મંચ (ડબયુઈએફ) ના એક અભ્યાસ મુજબ વર્ષ 2025 સુધી રોબોટ વર્તમાન કાર્યભારના 52 ટકા કાર્ય સાચવી લેશે. જે અત્યારની તુલનામાં લગભગ ડબલ હશે. ડબલ્યુઈએફે સોમવારે આ અભ્યાસને રજુ કર્યો. એએફપીની રિપોર્ટ મુજબ મંચનુ અનુમાન છે કે માનવી માતે નવી ભૂમિકાઓમાં ઝડપથી વધારો જોઈ શકાય છે. એટલુ જ નહી મશીનો અને કમ્પ્યુટર કાર્યક્રમ સાથે આપણે કેવી રીતે કાર્ય કરીએ તેની ગતિ સાથે કેવો તાલમેલ બેસાડીએ એ માટે માનવે પોતાનુ સુધારવુ પડશે. 
 
2025 સુધી લગભગ અડધુ કામ મશીનો દ્વારા 
 
સ્વિસ સંગઠને એક નિવેદનમાં કહ્યુ, આજે મશીનોના માધ્યમથી જ્યા 29 ટકા કાર્ય થઈ રહ્યા છે તો બીજી બાજુ 2025 સુધી વર્તમાન કાર્યભારના લગભગ અડધા મશીનના માધ્યમથી સંપન્ન થશે. 
 
જિનેવા પાસે સ્થિત ડબલ્યુઈએફને શ્રીમંતો, નેતાઓ અને વેપારીઓની વાર્ષિક સભા માટે ઓળખવામાં આવે છે. જેનુ આયોજન  સ્વિટઝરલેંડના દાવોસમાં થાય છે. 
 
આ કાર્યો માટે પડશે માનવીની જરૂર 
 
અભ્યાસ મુજબ ઈ-કોમરસ અને સોશિયલ મેડિયા સહિત સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર સર્વિસ જેવી જે નોકરીઓમાં માનવ કૌશલની જરૂર હોય છે તેમા માનવ કૌશલનો વધારો જોઈ શકાય છે. આ જ રીતે રચનાત્મકતા, આલોચનાત્મક સમજવુ અને સાત્વમા દિલાસો  ચેતાવણી જેવા કાર્યોમાં પણ માનવ કૌશલ કાયમ રહેશે.