સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (16:19 IST)

પેટ્રોલ-ડીઝલની ઝંઝટથી દૂર 2025 સુધી રસ્તાઓ પર દોડશે સસ્તી ઈલેક્ટ્રિક કાર

પેટ્રોલ ડીઝલની વધતા ભાવ.. તેના વિરોધમાં સ્ટ્રાઈક હવે આ બધી વાતોથી જલ્દી છુટકારો મળી જશે.. પેટ્રોલ ડીઝલના ભાવ આકાશ આંબી રહ્યા છે.  તેને જોતા ભારતમાં ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ કારને લઈને સરકાર અને કંપનીઓ ઝડપી તૈયારીમાં લાગી ગઈ ચેહ્ અનેક મોટી કંપનીઓ 2020 સુધી ઈલેક્ટ્રિક કાર લોંચ કરવાની છે. જ્યારે કે સાત વર્ષની અંદર 349 જેટલા મોડલ બજારમાં આવી શકે છે. 
 
જેથી જે લોકો નિકટના ભવિષ્યમાં કાર લેવાના ઈચ્છુક છે તેમને માટે સારા સમાચાર છે. તેઓ હવે ડીઝલ પેટ્રોલને બદલે સીધા ઈલેક્ટ્રિક કાર ખરીદી શકે છે. વર્ષ 2023 સુધી ઈલેક્ટ્રિક કારના જે 349 મોડલ લોંચ થશે તેમાથી 50 ટકા મોડલ એસયૂવી કારોના રહેશે. જેને કારણે ભારતીય ગ્રાહકોને દરેક પ્રકારની અને દરેક કિમંતની કાર મળી રહેશે. ભારતમાં ઈલેક્ટ્રોનિક વેપાર પર ગ્લોબલ મોબિલિટી સંમેલન દરમિયાન આવેલ આંતરરાષ્ટ્રીય શોધ સંગઠન આઈસીસીટીની રિપોર્ટથી આ હકીકત સામે આવી છે. 
 
રિપોર્ટ મુજબ 2017માં વિશ્વમાં ઈલેક્ટ્રિક કારના 155 મોડલ હતા. પણ કાર ચાર્જિંગને બુનિયાદી સુવિદ્યાઓ વધવા સાથે ઉચ્ચ ગુણવત્તાની બેટરીઓ અને ફાસ્ટચાર્જર આવી રહ્યા છે. તેનાથી આ કારની માંગ વધી રહી છે. દુનિયાની તમામ કાર કંપનીઓ ઈલેક્ટ્રિક કારના નવા નવા મોડલ ડિઝાઈન તૈયાર કરી રહી છે. બીજા ઉત્પાદન વધવાથી કિમંતો પણ ઘટવા લાગી છે. આશા છે કે 2025સુધી ઈલેક્ટ્રિક કારની કિમંતો પેટ્રોલ  કારથી ઓછી થઈ જશે. 
 
 
શહેરોમાં ઈ-કારની ભારે માંગ 
 
રિપોર્ટ મુજબ મોટા શહેરોમાં ઈલેક્ટ્રિક કારનુ વેચાણ વધી રહ્યુ છે. લાસએંજિલિસમાં સૌથી વધુ એક લાખ ઈલેક્ટ્રિક કાર છે. જ્યારે કે શંઘાઈ, બીજિંગ, ઓસ્લો અને સૈન ફ્રાંસિસ્કોમાં આ સંખ્યા 50-50 હજારથી વધુ થઈ ચુકી છે. 
 
 
ભારતમાં 60-70 લાખ ઈ કારનુ લક્ષ્ય 
 
નેશનલ ઈલેક્ટ્રિક મોબિલિટી પ્લાન 2013 મુજબ, 2020 સુધી ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યાને 60-70 લાખ સુધી પહોંચાડવાનુ લક્ષ્ય હતુ. જો કે 2018માં કેન્દ્ર સરકારે કહ્યુ ક એ 2030 સુધી નવી વેચાનારી કારમાં 30 ટકા ઈલેક્ટ્રિક કાર હશે. 
 
1.5 કરોડથી વધુ ઈ-કાર હશે 2020 સુધી 30 લાખ ઈલેક્ટ્રિક કાર હતી 2017ના શરૂઆતમાં 40 લાખનો આંકડો પાર થયો જેના છ મહિનામાં 50 ટકાથી વધુ ઈલેક્ટ્રિક કાર હજુ ચીનમાં 20% યૂરોપ અને 17 ટકા અમેરિકામાં ચાલી રહી છે. 
 
આવતા વર્ષે આવશે આ મોડલ 
 
ઓડી ઈ-ટ્રોન સ્પોર્ટ્સબૈક 
જગુઆર એક્સજે 
મિનિ ઈ 
ટેસ્લા મૉડલ 3 
વોલ્વો એક્સસી 40 
નિસાન આઈડીએસ 
ઓડીક્યૂ6 ઈ-ટ્રોન 
પોર્સ મિશન ઈ