શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (12:00 IST)

ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકો, પેટ્રોલ રૂ. 80ને પાર

પેટ્રોલ-ડિઝલના ભાવે તો રીતસરની માઝા મુકી છે. ઈંઘણતેલના ભાવમાં લગભગ રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં તો કેટલીક જગ્યાએ પેટ્રોલના ભાગ 80ના આંકડાને પાર કરી ગયાં છે. તો ડીઝલના ભાવ પણ રૂપિયા 80ને આંબવા આવ્યા છે. આકરા ભાવ વધારાના કારણે લોકોને ન છૂટકે બેટરીથી ચાલતા વાહનો તરફ વળવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેવી જ રીતે લોકો અન્ય વિકલ્પો પણ અપનાવી રહ્યાં છે.

ગુજરાતના ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 80ને પાર થઇ ગયો છે. ભાવનગરમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ પ્રતિ લિટર રૂ.80.63 થયુ છે. તો ડીઝલ રૂ.78.91 પ્રતિ લિટર છે. કંઈક આવી જ સ્થિતિ અમરેલીની છે. અહીં પેટ્રોલ 80.23, ડીઝલ 78.43 પ્રતિ લીટર પહોંચ્યું છે. બોટાદમાં પણ પેટ્રોલ 80.15, ડીઝલ 78.34 પ્રતિ લીટર થઈ ગયાં છે. ગીર-સોમનાથમાં પેટ્રોલ ભાવનગર બાદ સૌથી વધારે ભાવ પેટ્રોલના છે. અહીં પેટ્રોલ 80.25, ડીઝલ 78.45 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ રૂ.79.58, ડીઝલ રૂ.77.87 છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં 38 પૈસા અને ડીઝલના ભાવમાં 47 પૈસાના વધારા સાથે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રૂ.79.52,ડીઝલ રૂ.77.83 છે.

તેવી જ રીતે બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ 79.67, ડિઝલનો 77.98 રૂ. ભાવ છે. પંચમહાલમાં પેટ્રોલનો ભાવ રૂ.78.96 છે જ્યારે ડીઝલનો ભાવ રૂ.76.73તો રાજકોટમાં પેટ્રોલમાં 39 પૈસાનો વધારો ડિઝલમાં 47 પૈસાનો વધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 79.40, ડિઝલનો ભાવ રૂ. 77.69 રૂપિયા છે. જૂનાગઢમાં પેટ્રોલ 79.90, ડીઝલ 78.11 પ્રતિ લીટર, જામનગરમાં પેટ્રોલ 78.99, ડીઝલ 77.19 પ્રતિ લીટર, રાજકોટમાં પેટ્રોલ 79.23, ડીઝલ 77.44 પ્રતિ લીટર, વડોદરામાં પેટ્રોલ 78.82, ડીઝલ 77.02 પ્રતિ લીટર છે. આમ દેશભરમાં દઝાડી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવ ગુજરાતની પ્રજાની પણ કમર તોડી રહ્યાં છે.