શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 8 સપ્ટેમ્બર 2018 (11:57 IST)

ભચાઉ પાસે આ વર્ષમાં 3.7ની તીવ્રતા વાળો ચોથો ભૂકંપ નોંધાયો!

સત્તર વર્ષ પહેલાના કચ્છનો વિનાશક ભૂકંપ હજુ વિસરાયો નથી. આજે પણ આ ધરતીના પેટાળમાં 'નોંધપાત્ર' કહી શકાય તેવા ભૂકંપ નોંધાતા રહે છે. આજે બપોરે ૧૨.૩૮ વાગ્યે ભચાઉથી ૨૪ કિ.મી.ઉત્તર-પૂર્વ દિશામાં જમીન સપાટીથી ૧૯.૯ કિ.મી. ઉંડાઈએ ૩.૭ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો છે. ઉપરાંત ગઈકાલે રાજકોટથી દક્ષિણ-પશ્ચિમે ધરતીકંપનો હળવો આંચકો ગત રાત્રિના ૧.૫૨ વાગ્યે નોંધાયો હતો.


ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષ ૨૦૧૮માં આજ સુધીમાં ૩.૦થી વધુ રિચર સ્કેલ પર મપાયા હોય તેવા નોંધપાત્ર પાંચ ભૂકંપો બધા કચ્છમાં અને તેમાંય આજે ચોથો ભૂકંપ ભચાઉ પંથકમાં નોંધાયો છે. આ પહેલા (૧) તા.૨૫-૨-૧૮ના સાંજે ૪.૩૬ વાગ્યે ભચાઉથી દક્ષિણ-પૂર્વે ૪.૧ની તીવ્રતાનો (૨) તા.૨૯-૩-૧૯ના ભચાઉથી પૂર્વ-દક્ષિણે ૪.૮ની તીવ્રતાનો અને હજુ સપ્તાહ પહેલા જ (૩) તા.૨-૯-૧૮ના ૧૨.૨૩ વાગ્યે ભચાઉથી ૧૫ કિ.મી.ના અંતરે ૩.૨ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયા બાદ આજે ૩.૭નો ભૂકંપ નોંધાયો હતો અને આ આંચકા પછી એ જ પંથકમાં ૧.૭નો આફ્ટરશોક પણ નોંધાયો છે. જ્યારે વર્ષના આરંભે ખાવડા પંથકમાં તા.૧૬-૧-૧૮ના ધરતીકંપની ૪.૧ની તીવ્રતા નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે કચ્છ અને સુરેન્દ્રનગર પંથકમાં વારંવાર ભૂકંપના આંચકા ધરતીના પેટાળમાં થતી સતત હલચલ સૂચવે છે. ભૂકંપના આંચકા મકાનના બાંધકામો મજબૂત બનાવવાનો મુક મેસેજ પણ આપતા રહે છે.