સમલૈગિકતા પર નિર્ણયથી ખુશ કરણ જોહરે કહ્યુ - ફાઈનલી ! ઐતિહાસિક દિવસ, દેશને ઓક્સીજન પરત મળી ગયુ
આઈપીસીની ધારા 377 ની સંવૈઘાનિક મંજુરી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કેસમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોની બેંચે એકમતથી કહ્યુ - સમલૈગિકતા અપરાધ નથી. ચીફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા પહેલા કહ્યુ, 'વ્યક્તિવાદથી કોઈ ભાગી નથી શકતુ. સમાજ હવે આ મામલે સારી સ્થિતિમાં છે.
બોલીવુડે કર્યુ સ્વાગત - જેવો જ આ નિર્ણય આવ્યો કે અનેક બોલીવુડ સેલેબ્સ પણ તેના વખાણ કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોતાના વિચાર શેયર કર્યા. કરણ જોહરે લખ્યુ - ફાઈનલી ઐતિહાસિક જજમેંટ, મને ખૂબ જ ગૌરવ અનુભવ થઈ રહ્યો છે. માનવતા અને સમાન અધિકારને વહારવા માટેનુ ઐતિહાસિક પગલુ છે.