સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (15:06 IST)

રાજકોટમાં 8 વર્ષની પૌત્રીને નિર્વસ્ત્ર કરી અડપલા કરનાર દાદાની ધરપકડ

રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નાની બાળકી સાથે તેના જ દાદાએ શારીરિક અડપલા કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વાતની જાણ બાળકીએ પરિવારજનોને કહેતા આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
 
માહિતી અનુસાર, જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર વારિયામાં રહેતા નરાધમે નાની બાળકી જે તેની પૌત્રી થાય છે તેની ઉપર પોતાની નજર બગાડી હતી અને અડપલા કર્યા હતા. આ તમામ બાબત તેની સહેલી જોઈ જતા તેણે તરત જ બાળકીના માતા પિતાને તમામ વિગતની જાણ કરી હતી. કૌટુંબિક કાકાજીએ પુત્રી પર નજર બગાડતા બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
 
રાજકોટમાં રહેતા એક યુવાને 8 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવાનો ઘટના પ્રકાશમાં આવ્યો છે. જેમાં આ તમામ ઘટનાની જાણ બાળકીની બહેનપણીએ તેના પરિવારજનોને કરી હતી. જેથી માતા પિતાએ આ નરાધમ સામે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસે તમામ બનાવની માહિતી લઈ આરોપી સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી છે.