શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 એપ્રિલ 2018 (15:59 IST)

Photos દલિત સંગઠન ભારત બંધ - ગુજરાતમાં જાણો ક્યા કયા વિસ્તારની બસો બંધ અને ક્યા ક્યા છે ચક્કાજામ

SC-ST એક્ટમાં બદલાવના વિરોધમાં આજે દલિત સંગઠનો દ્ધારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પણ દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં દલિતોએ હાઇવે બ્લોક કર્યા હતા. રવિવારે રાતે બુટભવાની મંદિર પાસે કેટલાંક શખ્સોએ AMTS પર પથ્થરમારો કર્યો હતો અને તેમાં આગ ચાંપી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વિરોધને પગલે સારંગપુર એએમટીએસ બસડેપો મુસાફરો માટે બંધ કરવામાં આવ્યો હતો
-  બીઆરટીએમ અને એએમટીએસ બસ સેવા બંધ કરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પ્રદર્શનકારીઓએ 15 BRTS બસની હવા કાઢી નાખી હતી.
 
- અમદાવાદના દાણીલીમડામાં રસ્તા પર બેસી દલિતોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો જેને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
- ચાંદખેડા અને વાડજમાં પણ વિરોધપ્રદર્શન કર્યું હતું. વાડજ માં દલિત સંગઠનના કાર્યકર્તાઓ દુકાન બંધ કરાવવા રસ્તા પર નિકળ્યા હતા. 
 
- રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલો ક્રિસ્ટલ મોલ બંધ કરવામાં આવ્યો હતો. મોલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 
- પાટણ, કચ્છમાં પણ દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કંડલા નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.
 
- થરાદમાં વિરોધપ્રદર્શન કરી રહેલા દલિત સમાજના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકરો જબરદસ્તીપૂર્વક દુકાનો બંધ કરાવતા હતા.
-  ધાનેરા બજારને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધાનેરા હાઇવે બંધ કરાતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા.
 
- અરેઠ અને બારડોલી સ્ટેશન વિસ્તારમાં પણ દલિત આગેવાનોએ દુકાનો બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. બંધના એલાનને પગલે જિલ્લામાં ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
- બોટાદના અવેડા ગેટ પાસે ટોળાએ એસટી બસ પરથરમારો મારો કર્યો હતો. 
 
- અમરેલીના સાવરકુંડલામાં પણ દલિતોએ વિરોધપ્રદર્શન કર્યું હતુ. 
 
- પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે બ્લોક કરવામાં આવ્યો હતો. .
- બપોરે મોચી બજાર કોર્ટ ખાતે પણ દલિત સમાજના આગેવાનો, કાર્યકરો દોડી ગયા હતાં અને કોર્ટના ગેઇટ પાસે સુત્રોચ્ચાર કર્યા હતાં. જેમાં કેટલાક વકિલો પણ જોડાયા હતાં. એક તબક્કે પોલીસ અને આગેવાનો વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. બપોરે દોઢ વાગ્યે આગેવાનો, કાર્યકરો કલેકટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતાં. બપોરે બે વાગ્યે હોસ્પિટલ ચોકીમાં શાંતિનો માહોલ છે.
- આજના બંધના એલાન સંદર્ભે સરકારી કચેરીઓમાં પણ ટોળા બંધ કરાવવા પહોંચી ગયા હતા. બંધ કરાવવા નીકળેલા ટોળા ''બંધ કરો, બંધ કરો''ના સૂત્રોચ્ચારો પોકારતા હતા. એસ.સી., એસ.ટી.એ આપેલા બંધને કોંગ્રેસ દ્વારા ગઈકાલે જ ટેકો આપવામાં આવ્યો હતો. આજે પણ સવારથી જ કોંગ્રેસના કાર્યકરો પણ બંધ કરાવવામાં જોડાયા હતા.