બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (12:30 IST)

ઉના કાંડના પીડિતો હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવશે

ઉના કાંડના દોઢ વર્ષ પછી પીડિત  પરિવારે હિન્દુ ધર્મ છોડી બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિ 14 એપ્રિલના રોજ બુદ્ધ ધર્મ અપનાવી લેશે. પિડિત વશરામ સરવૈયા જણાવે છે કે તેમના પરિવારના એક ડઝન જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડવાનો નિર્ણય કર્યો છે. આ ધર્મમાં જાતિવાદને કારણે તે માનભેર જીવન જીવી નથી શકતા. તે જણાવે છે, “મૃત ઢોરના ચામડા ઉતારવાના અમારા પેઢીઓ જૂના વ્યવસાય માટે અમારા પર જે જુલમ અને અત્યાચાર કરવામાં આવ્યો તેને કારણે અમને હિન્દુ ધર્મ છોડી દેવાનો વિચાર આવ્યો.

હવે અમારો પરિવાર એ વાત માની ગયો છે કે અમે બૌદ્ધ ધર્મ જ અપનાવી લઈએ જેમાં જાતિના આધારે કોઈ ઊંચનીચના ભેદભાવ કરવામાં નથી આવતા.  સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઈશ્વર પરમાર જણાવ્યું, મને ઉનાકાંડ પીડિતોના હિન્દુ ધર્મ છોડવાના નિર્ણય અંગે જાણ નથી. પરંતુ હું માનુ છું કે હવે છૂત-અછૂતના ભેદ નથી રહ્યા. હું દક્ષિણ ગુજરાતનો છું અને ત્યાં મારા ધ્યાનમાં આવો એકપણ કિસ્સો નથી આવ્યો. પરંતુ હું ટૂંક જ સમયમાં આખા રાજ્યમાં પ્રવાસ કરીશ અને આ પ્રથા હજુ પણ યથાવત્ છે કે નહિ તે અંગે તપાસ કરીશ. ઉનાકાંડના પીડિતોને વળતર આપવાની વાત છે તો હું આ મુદ્દો કેબિનેટમાં ઊઠાવીશ.