બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (12:27 IST)

નિતીન પટેલના ગઢમાં ગાબડું:મહેસાણા નગરપાલિકા કોંગ્રેસે છિનવી લીધી

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના મતવિસ્તાર મહેસાણામાં જ કોંગ્રેસે નગરપાલિકા પર કબજો મેળવ્યો છે. નારાજ કોંગ્રેસી સભ્યો સાથે સમાધાન થતા મહેસાણા નગરપાલિકામાં સત્તા બદલાઇ છે. એટલું જ નહીં,પણ ભાજપના સમર્થનથી બનેલી તમામ સમિતીઓ પર પણ કોંગસે પંજો મારરી છિનવી લીધી છે. સામાન્ય સભામાં બહુમતીના જોરે બીકે રોડ પર આવેલા પાલિકાના એક પ્લોટ પર ફુવારાને મેન્ટેઇનન્સ કરવા,ગાર્ડન બનાવવા સહિતનુ કામ ૯ વર્ષ માટે લીઝ પર આપી દેવાનુ કામ મંજૂર રખાયુ હતુ.

ભાજપના સભ્યોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ભાજપે એવો વિરોધ કર્યો કે,ગેરબંધારણિય રીતે સમિતીઓ રચાઇ છે.સભા પ્રક્રિયા જ રદ કરવા કલેક્ટરને અરજી કરાઇ છે.જરૃર પડે કોર્ટના દ્વાર ખખડાવવા પણ ભાજપે ચિમકી ઉચ્ચારી છે. આમ, નાયબ મુખ્યમંત્રીના મત વિસ્તારની ભાજપશાસિત નગરપાલિકા આંચકી કોંગ્રેસે મહેસાણાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.